મણિપુરમાં જે બન્યું તે અન્યત્ર પણ થાય છે એમ કહીને ઘટનાને ન્યાયી ઠેરવી શકાય નહીં: CJI ચંદ્રચુડ


  • Published By :
  • Published Date : 2023-07-31 17:03:49

મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા સવાલ કર્યો હતો કે મહિલા સંબંધીત અત્યાચાર સામે FIR નોંધવામાં વિલંબ કેમ થયો? સુપ્રીમ કોર્ટની બેન્ચે તેમ પણ કહ્યું હતું કે અન્ય રાજ્યોમાં પણ આવું જ થાય છે તેમ કહીંને મણિપુરની ઘટનાને ન્યાયીક ઠરાવી શકાય નહીં. અમે અહીં રાજ્યમાં મહિલા સાથે થયેલા જઘન્ય અપરાધની સુનાવણી કરી રહ્યા છીએ. આ પ્રકારના ગુના બંગાળમાં પણ થાય છે તેવું કહીં શકાય નહીં. આ કેસ તદ્દન અલગ છે. તમે અમને કહો કે મણિપુર કેસમાં તમારા સુચનો શું છે?


સુપ્રીમ કોર્ટે શું કહ્યું?


મણિપુરમાં જાતિય હિંસાનો શિકાર બે મહિલાઓએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સિનિયર વકીલ કપિલ સિપ્પલ તેમના તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. અરજીકર્તાઓએ આ કેસની ટ્રાયલ આસામમાં ટ્રાન્સફર કરવાનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે મણિપુર કેસની સુનાવણી દરમિયાન એટર્ની જનરલને સવાલ કર્યો કે તમે કહો છો કે 6000 FIR ફાઈલ થઈ છે. ડિડેલ શું છે? મહિલાઓ સામે કેટલા ગુના નોંધાયા? પબ્લિક પ્રોપર્ટીને કેટલું નુકસાન થયું? CJIએ આ વાયરલ વીડિયો મામલે ઝીરો FIR નોંધાઈ તે અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. CJI ડીવાય ચંદ્રચૂડે કહ્યું  કે આ ત્રણ મહિલાઓનો વીડિયો વાયરલ થયો તે એક માત્ર ઘટના નથી, રાજ્યમાં આવી અન્ય ઘટના પણ બની છે, જો કે અમે તે નક્કી કરીશું કે આ ત્રણ મહિલાઓ સાથે ન્યાય થાય.


1 ઓગસ્ટએ થશે ફરી સુનાવણી


સુપ્રીમ કોર્ટે પણ આ મામલે અકરૂ વલણ અપનાવ્યું હતું. આ કેસની સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી  સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડે સરકારને આકરા સવાલો કર્યા હતા. CJI DY ચંદ્રચુડે સરકાર પ્રત્યે આકરૂ વલણ અપનાવતા વેધક સવાલ કર્યો હતો કે, 4 મેની ઘટના પર પોલીસે છેક 18 મેના રોજ એફઆઈઆર નોંધી. તો 14 દિવસ સુધી કેમ કંઈ થયું નહીં? સુપ્રીમ કોર્ટે પોલીસને સવાલ કરતા કહ્યું હતું કે, આ ઘટના એ વીડિયો વાયરલ થયા બાદ પ્રકાશમાં આવી હતી કે, મહિલાઓને નગ્ન પરેડ કરવામાં આવી હતી કમ સે કમ બે પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ શું કરી રહી હતી?આ દરમિયાન સરકાર વતી હાજર રહેલા એટર્ની જનરલ આર વેંકટરામણીએ કહ્યું હતું કે, તેઓ મંગળવારે (1 ઓગસ્ટ) દરેક કેસમાં તથ્યો સાથે માહિતી આપશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.