સુપ્રીમ કોર્ટે ગુજરાતની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની આપી મંજુરી, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-21 15:35:25

સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા ગુજરાતની 28 સપ્તાહની ગર્ભવતી દુષ્કર્મ પિડીતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. મહિલાએ અગાઉ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જો કે કોર્ટે કોઈ કારણ આપ્યા વગર 17 ઓગસ્ટના રોજ તેની અરજી ફગાવી દીધી હતી. 28  સપ્તાહના ગર્ભના એબોર્શન કરાવવા પીડિતાએ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં ગર્ભપાતની મંજૂરી આપી છે. આજે અથવા આવતીકાલે સવારે પીડિતા હોસ્પિટલ જઈને ગર્ભપાત કરાવી શકે છે. 


સુપ્રીમ કોર્ટે શું કહ્યું?


સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આજે દિવસ દરમિયાન અથવા આવતીકાલે સવારે પીડિતા હોસ્પિટલ જઈ શકે છે. આ સ્ટેજમાં પણ સુરક્ષિત રીતે પ્રેગનન્સી ટર્મિનેટની વાત મેડિકલ રિપોર્ટમાં કરાઈ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભ્રૂણ જીવીત રહે તો હોસ્પિટલ સુનિશ્ચિત કરે કે બાળકને ઈન્ક્યુબેશનમાં રાખી જીવીત રાખી શકાય. બાળક જીવિત રહે તો કાયદા મુજબ બાળકને દત્તક દેવાની જવાબદારી રાજ્ય સરકારની છે. સર્વોચ્ચ અદાલતનું અવલોકન છે કે, ભારતીય સમાજમાં, લગ્નની સંસ્થામાં, ગર્ભધારણએ યુગલ અને સમાજ માટે આનંદનો સ્ત્રોત છે. જો કે, લગ્નની બહાર, જ્યારે તે અનિચ્છનીય હોય ત્યારે તે સ્ત્રીના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે.


સુપ્રીમે ગુજરાત હાઈકોર્ટ પર ઉઠાવ્યો સવાલ 


સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટ પર સવાલ ઉઠાવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના વલણથી  સુપ્રીમ કોર્ટના જસ્ટીસ નાગરત્ના ઘણા નારાજ થયા હતા. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ બાદ કોઈ આદેશના જવાબમાં હાઈકોર્ટથી કોઈ ઓર્ડર આવ્યો છે, તેને અમે નથી માનતા. તેમણે સવાલ કર્યો હતો કે ગુજરાત હાઈકોર્ટમાં આ શું થઈ રહ્યું છે? દેશમાં ક્યાંય એવું નથી બનતું કે અદાલત ઉચ્ચ અદાલત સામે આદેશ આપે. અમારે ઓર્ડરને યોગ્ય ઠેરવવાની જરૂર નથી. મને એ કહેતા દુ:ખ થાય છે કે હાઈકોર્ટમાં લેવાયેલ અભિગમ બંધારણીય ફિલસૂફીની વિરુદ્ધ છે. તમે કેવી રીતે અન્યાયી પરિસ્થિતિને કાયમી બનાવી શકો અને દુષ્કર્મ પીડિતાને ગર્ભ ધારણ કરવા દબાણ કરી શકો? પીડિતાને આજે અથવા મંગળવારે સવારે 9 વાગ્યે હોસ્પિટલમાં લઈ જાઓ.


જાણો શું છે સમગ્ર મામલો?


પીડિત મહિલા પર જાન્યુઆરી 2023માં બળાત્કાર થયો હતો, જે બાદ તે ગર્ભવતી બની હતી. મહિલા ગર્ભપાત કરાવવા માંગતી હતી. પરંતુ સમય પસાર થયો હતો અને તેણીની ગર્ભાવસ્થા 28 અઠવાડિયાની થઈ ગઈ હતી. મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP) એક્ટ હેઠળ, 24 અઠવાડિયાથી વધુની પ્રેગ્નન્સીનો ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી જરૂરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે