EWS અનામત પર સુપ્રીમ કોર્ટની સહમતી,10 ટકા અનામત યથાવત રાખ્યુ


  • Published By :
  • Published Date : 2022-11-07 12:41:18

EWS સર્ટિફિકેટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે EWS આરક્ષણ પર સુપ્રીમ કોર્ટે મહોર લગાવી છે સુપ્રીમ કોર્ટે સામાન્ય વર્ગના આર્થિક નબળા લોકોને 10 ટકા અનામતની જોગવાઈને યથાવત રાખી છે.5 જજની બેચમાથી ચાર જજોએ બંધારણના 103માં સંશોધન અધિનિયમ 2019ને યોગ્ય માન્યો છે.આ નિર્ણયને લોકો મોદી સરકારની મોટી જીત માની રહ્યા છે 5 જજની બેંચમાંથી ચાર જજોએ EWS અનામતના સમર્થનમાં નિર્ણય સંભળાવ્યો હતો. જ્યારે જસ્ટિસ રવિંદ્ર ભટ્ટે EWS અનામત પર અસહમતિ દર્શાવી હતી.

આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામતની કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે. ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાલાએ આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતને યોગ્ય ગણાવ્યું છે અને કહ્યું છે કે તેમને અનામત આપવાથી બંધારણની કોઈ કલમનો ભંગ થતો નથી. પાંચમાંથી ચાર જજે આર્થિક રીતે પછાત લોકોને અનામત આપવાનું યોગ્ય ગણાવ્યું છે.


શું છે EWS અનામત ?

ઇકૉનોમિકલ વીકર સેક્શન (EWS) હેઠળ આર્થિક રીતે નબળા લોકોને સરકારી નોકરીથી લઇને શિક્ષણ સંસ્થામાં 10 ટકા અનામત આપવાની જોગવાઇ છે. જેની હેઠળ માત્ર જનરલ કેટેગરીના ગરીબ લોકોને અનામત આપવામાં આવશે.


- જે એસસી, એસટી, ઓબીસી નથી

- જેમની વાર્ષિક આવક 8 લાખ કરતા ઓછી છે

- ગામ છે તો તેની પાસે 5 એકરથી ઓછી ખેતીની જમીન છે અથવા 1000 વર્ગ ફૂટનું મકાન છે

- જે પરિવાર પાસે અધિસૂચિત નિગમમાં 100 વર્ગ ગજ અથવા ગેર અધિસૂચિત નિગમમાં 200 વર્ગગજ પ્લૉટનો પ્લૉટ છે.


ક્યારે લાગુ કરવામાં આવ્યું હતું EWS અનામત ?

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં EWS અનામતની સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. આને લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બંધારણમાં 103મો સુધારો કરવામાં આવ્યો હતો. 2019 માં લાગુ કરાયેલ EWS ક્વોટાને વર્તમાન તમિલનાડુ સરકાર સહિત ઘણા અરજદારો દ્વારા કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને તેને બંધારણની વિરુદ્ધ ગણાવ્યો હતો. જો કે, પાછળથી 2022 માં, બંધારણીય બેંચની રચના કરવામાં આવી હતી અને 13 સપ્ટેમ્બરના રોજ, મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિત, ન્યાયમૂર્તિ દિનેશ મહેશ્વરી, ન્યાયાધીશ રવિન્દ્ર ભટ્ટ, ન્યાયમૂર્તિ બેલા એમ ત્રિવેદી અને ન્યાયમૂર્તિ જેબી પાદરવાલાની બંધારણીય બેન્ચે તેના પર સુનાવણી શરૂ કરી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે