'માત્ર અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાથી SC/ST એક્ટ હેઠળ કેસ કરી શકાય નહીં': સુપ્રીમ કોર્ટ


  • Published By :
  • Published Date : 2023-05-20 18:58:19

સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ/જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 (SC/ST એક્ટ)ને લઈને મોટી ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ એસટી એક્ટની અરજી કરવા માટે માત્ર અભદ્ર ભાષાનો ઉપયોગ પૂરતો નથી. કોર્ટે વ્યક્તિ સામેના આરોપને ફગાવી દીધા હતા. કેસની સુનાવણી કરતા જસ્ટીસ એસ આર ભટ્ટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચએ શુક્રવારે ( 19 મે 2023)ના રોજ કહ્યું કે આ જરૂરી છે કે આ એક્ટ હેઠળ આરોપીત પર કેસ ચલાવતા પહેલા તેના દ્વારા જાહેરમાં કરવામાં આવેલી ટિપ્પણીને આરોપ પત્રમાં રેખાંકિત કરવામાં આવે. તેનાથી અદાલતો ગુનાનું સંજ્ઞાન લેતા પહેલા તે નક્કી કરી શકશે કે  SC/ST કલમ હેઠળ કેસ બને છે કે નહીં?  


સુપ્રીમ કોર્ટે શું કહ્યું?


સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો કોઈ બીજી વ્યક્તિને સાર્વજનિક સ્થળે બેવકુફ, મૂર્ખ અથવા ચોર કહે છે, તો તે ચોક્કસપણે અપમાનજનક અથવા અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ઈરાદાપૂર્વક અપમાનજનક અથવા શરમજનક કૃત્ય માનવામાં આવશે. જો આ શબ્દોનો ઉપયોગ SC અથવા ST વ્યક્તિને કહેવામાં આવી છે, ત્યાં સુધી કલમ કલમ-3(1) (એક્સ) હેઠળ વ્યક્તિને આરોપિત માન શકાય નહીં, જ્યા સુધી કે આ પ્રકારનો શબ્દ જાતિ સુચક ટિપ્પણીની સાથે કહેવામાં આવી ન હોય. જસ્ટિસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે અવલોકન કર્યું કે, વિધાયિકાનો ઈરાદો સ્પષ્ટ જણાય છે કે, દરેક અપમાન અથવા શરમજનક ધમકી એ એસસી-એસટી એક્ટની કલમ 3(1)(10) હેઠળ ગુનો ગણાશે નહીં, સિવાય કે આવું માત્ર પીડિતાના એસસી અથવા એસટી હોવાને કારણે આવું ન કરવામાં આવ્યું હોય. કોર્ટે કહ્યું કે આ કેસમાં વ્યક્તિને અપમાનિત કરવાનો ઈરાદો સ્પષ્ટ હોવો જોઈએ. દરેક અપમાન અથવા ધાકધમકી એ SC/ST એક્ટની કલમ 3(1) (x) હેઠળ ગુનો નથી. જો આવી ટિપ્પણીમાં જાતિવાદી ઉદ્દેશ્ય ન હોય તો, આ કાયદા હેઠળ કેસ નોંધી શકાય નહીં.


ચાર્જશીટ રદ કરવાની કરી હતી માગ


અપીલમાં ચાર્જશીટ રદ કરવાની અને અપીલકર્તા સામે પડતર ફોજદારી કાર્યવાહી રદ્દ  કરવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, જાન્યુઆરી, 2016માં અપીલકર્તા સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તપાસ બાદ જે એક દિવસની અંદર પૂરી થઈ ગઈ હતી તપાસ અધિકારીએ આઈપીસીની વિવિધ કલમો અને એસસી-એસટી એક્ટની કલમ 3(1) (10) હેઠળ ગુનો નોંધ્યો હતો. અપીલકર્તાએ તેના આધારે અપરાધિક કાર્યવાહી રદ્દ કરવાની માંગણી કરતા હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો કે ચાર્જશીટમાં કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી અને કાર્યવાહી માત્ર હેરાન કરવાના ઈરાદાથી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ્દ કરતા કહ્યું હતું કે, કોઈ કેસમાં માત્ર એક જ દિવસમાં તપાસ પૂરી કરી લેવાની પ્રક્રિયા પ્રશંસનીય હોઈ શકે છે, પરંતુ વર્તમાન કેસમાં તે ન્યાયની સેવા કરવાની સરખામણીમાં વધુ અસંગત છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે