Surat : Alpesh Kathiriya અને Dharmik Malaviya ભાજપમાં જોડાતા BJPના નેતામાં જોવા મળી નારાજગી? Kumar Kanani ચર્ચામાં આવ્યા કારણ કે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-30 19:00:05

ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી નજીક આવતા આવતા ભરતી મેળો જોવા મળતો હોય છે.. પોતાની પાર્ટી છોડી અનેક નેતાઓ ભારતીય જનતા પાર્ટીનો  ખેસ ધારણ કરી લેતા હોય છે.. બહારથી આવેલા નેતાઓને અનેક વખત સારો હોદ્દો આપવામાં આવે છે જેને કારણે ભાજપમાં આંતરિક ડખા શરૂ થઈ જતા હોય છે.. ત્યારે થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા તેમજ ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયા હતા ત્યારે ભાજપમાં ચાલતો આંતરિક વિખવાદ સામે  આવી રહ્યો હોય તેવું લાગે છે..  સુરત ભાજપમાં નારાજગી હોવાનું સામે આવી રહ્યું છે. 

આપના નેતાઓએ થોડા દિવસ પહેલા કેસરિયો કર્યો ધારણ!

લોકસભાની ચૂંટણી  શરૂ થઇ ગઇ છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં અત્યારે ભારે ધમાસાણ જોવા મળી રહ્યો છે. લોકસભાની ચૂંટણી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં આવતા મહિનાની 7 તારીખ એટલે કે 7 મે 2024 ના રોજ ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા કોંગ્રેસ અને આપ ના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાના શરૂ થઇ ગયા છે. થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ રાજીનામું આપ્યું હતું. હવે તેઓ ભાજપમાં જોડાઇ ગયા છે ત્યારે સુરત ભાજપમાં નારાજગી હોવાનું સામે આવી રહ્યું છે. શું ખરેખર ભાજપમાં નારાજગી કે પછી માત્ર આ એક અફવા છે, 


શું કુમાર કાનાણી નારાજ છે? 

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા બાદ અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ કેસરિયા કરી દીધા છે. ત્યારે હવે તેમના ભાજપમાં જોડાયા બાદ પાર્ટીમાં નારાજગી હોવાનું ચર્ચામાં આવ્યું છે. જ્યારે કથિરીયા અને માલવિયા ભાજપમાં જોડાયા ત્યારે કુમાર કાનાણીએ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યાં હતા.. એટલે એવી ચર્ચાઓએ જોર પકડ્યું કે, કુમાર કાનાણી નારાજ છે.. એમણે પોતે પણ નારાજગી હોવાનો સ્વીકાર કરતા કહ્યું હતું  કે, ભાજપનો એ પ્રવેશ કાર્યક્રમ મારા સિદ્ધાંતો વિરુદ્ધ હતો એટલે હું કાર્યક્રમથી દૂર રહ્યો છું... ચૂંટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખે છે. આ કાર્યક્રમથી ન માત્ર કુમાર કાનાણી પણ સ્થાનિક ધારાસભ્ય પણ દૂર રહ્યા હતા. ...



અનેક વખત કુમાર કાનાણી રહેતા હોય છે ચર્ચામાં 

કુમાર કાનાણી એક એવા નેતા છે જે લડાયક તરીકેની છાપ ધરાવે છે અને એ છાપ એટલા માટે છે કેમ કે પોતાની જ પાર્ટી વિરુદ્ધ જો અનેક મુદ્દે પાર્ટીની આલોચના અર્થાત ટીકા પણ કરી ચૂક્યા છે... ગંદકી મામલે તેમજ ટ્રાફિક મામલે તેમણે લખેલ પત્રો લેટર બોમ્બ તરીકે અખબારોનો મુદ્દો બન્યા હતા. તેમનું કહેવું છે કે તેઓ પ્રજાના સેવક છે અને તેમની સમસ્યાને તેઓ વાચા આપે છે. આથી અનેક વખત વહીવટીતંત્ર સામે બાયો ચઢાવતા અધિકારીઓથી લઈને તંત્રને પણ આડેહાથ લીધું છે. 




ભરતી મેળાને લઈ કુમાર કાનાણીએ નારાજગી દર્શાવી? 

પ્રજાના પ્રશ્નો માટે તેઓ તંત્ર સાથે પણ લડતા હોય છે અને અધિકારીઓ પાસેથી નક્કર જવાબ માંગતા હોય છે. જો તેમની રજૂઆત કોઈના સાંભળે તો છેવટે સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દે પોસ્ટ કરતા અચકાતા નથી.... હાલમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે. આગામી 7 મેના રોજ ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવાનું છે. જો કે આ વર્ષે ભાજપના ભરતીમેળામાં મોટી સંખ્યામાં કાર્યકરોથી લઈને નેતાઓ સામેલ થઈ રહ્યા છે. ત્યારે પક્ષપલટુઓને ઘી કેળા અને વફાદારને લાકડી વીંઝાતા જેવી બાબતો જોતા પોતાના પક્ષની નીતિથી નારાજ કુમાર કાનાણીએ ભરતીમેળાને લઈને નારાજગી દર્શાવી છે.....



પક્ષપલટા બાદ બદલાઈ જતા હોય છે નેતાના સૂર 

પણ એક વાત કહી કે નેતાઓ કે પાર્ટી જે નિવેદનો આપે તે લોકો યાદ રાખતા હોય છે.. અને એ નિવેદનો બહુ જ અસર કરતા હોય છે... એટલે સિદ્ધાંતોને અનુસરીને જ રહેવું બહુ જરુરી છે.... અને આ વાત વિચારવા જેવી પણ છે કે આજ સુધી કેટલા નેતાઓ પોતાના સિદ્ધાંતોને વળગીને રહ્યાં.. કેમ કે જે આજે એક પક્ષમાં હોય ત્યારે વિરોધીઓ પર બેફામ બોલતા હોય અને જ્યારે પક્ષ પલટો કરે તો જેના પર ચાબખા વરસાવ્યા હોય તેની જ વાહવાહી કરે.... અનેક બાબતો એવી છે જે વિચારો માંગી લે તેવી છે...     



એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવા જોઈએ તેવી વાતો સાંભળી હશે

દેશમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..

ગુજરાત જાણે અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. ગરમીનું તાપમાન પ્રતિદિન વધી રહ્યું છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. ગરમી ક્યારે ઓછી થાય તેની રાહ જોઈ રહ્યા છે. અનેક જિલ્લાઓ માટે ઓરન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે.