Surat: વધુ એક યુવાનને કાળ ભરખી ગયો, ગરબા રમતી વખતે યુવક ઢળી પડ્યો અને મોતને વ્હાલો થઈ ગયો.. પરિવાર શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-10-06 16:50:26

રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. કોરોના બાદ યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. થોડા દિવસોમાં જ અનેક યુવાનોના જીવ હૃદય હુમલાને કારણે થયા છે. ત્યારે વધુ એક યુવાનનું મોત ગરબા રમતા રમતા થયું છે. સુરતમાં ગરબા રમતી વખતે યુવક અચાનક ઢળી પડ્યો. જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે થોડા દિવસોમાં અનેક યુવાનોને કાળ ભરખી ગયો છે. આ અંગે મળતી માહિતી અનુસાર 26 વર્ષીય રાજ મોદી નામના યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થઈ ગયું છે. પરિવારના સદસ્યની આવી અચાનક વિદાયથી પરિવાર શોકમાં છે. 





આની પહેલા પણ ગરબા કરતી વખતે યુવકનું થયું હતું મોત 

કોરોના બાદ રાજ્યમાં જાણે હાર્ટ એટેક આવવાનો રાફળો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા કિસ્સાઓ આપણી સામે છે. રાજકોટમાં માત્ર થોડા કલાકોની અંદર 5 જેટલા લોકોના મોત હૃદય હુમલાને કારણે થઈ ગયા છે. થોડા દિવસો પહેલા જામનગરથી આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં 19 વર્ષીય યુવાન ગરબા રમતી વખતે મોતને ભેટ્યો હતો. તે પહેલા પણ અનેક એવા કિસ્સાઓ આપણી સમક્ષ છે જેમાં અચાનક માણસ પોતાનો અંતિમ શ્વાસ લઈ લે છે અને ખબર પણ નથી પડતી. 


ગરબાના ગ્રાઉન્ડ પર હાજર રહેશે ડોક્ટરની ટીમ   

યુવાનોમાં વધતા હાર્ટ એટેકને ધ્યાનમાં રાખી અનેક ગરબા આયોજકો દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. ગરબા ગ્રાઉન્ડમાં ડોક્ટરની ટીમ હાજર રહેશે જેને કારણે જો કોઈને તકલીફ પડે તો તેને ત્વરીત સારવાર મળી રહે. મહત્વનું છે કે ગરબાને લઈ ગુજરાતમાં રહેતા લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે. નવરાત્રીની રાહ લોકો લાંબા સમયથી જોતા હોય છે. અલગ અલગ સ્ટેપ શિખવા માટે ગરબા ક્લાસીસ પણ જોઈન કરતા હોય છે. ત્યારે ગરબા જીવનનો અંતિમ ક્ષણ ન બની જાય તે વાતનું ધ્યાન રાખવું જોઈએ. 





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે