Surat Civil Hospitalથી સામે આવ્યા દારૂબંધીનાં ધજાગરા ઉડાડતા દ્રશ્યો, કેમ્પસમાંથી મળી આવી દારૂની બોટલો! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-02 12:00:56

ગુજરાતની અનેક જગ્યાઓ એવી છે જ્યાંથી દારૂ મળી આવે છે ભલેને ગુજરાતમાં દારૂબંધી રહી. કેવી દારૂબંધી છે તે આપણે જાણીએ છીએ. પ્રતિદિન એવા સમાચાર સામે આવતા હોય છે જેમાં દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હોય. અનેક લોકો એવું પણ કહેતા હોય છે કે કાયદા બને જ એટલા માટે છે કે તેને તોડી શકાય. અનેક કાયદા એવા છે જેનું પાલન નથી થતું અને તેમાંનો એક કાયદો છે દારૂબંધીનો! દારૂની વાત ફરી એટલા માટે કરવી છે કારણ કે દારૂનો જથ્થો સુરત સિવિલથી પકડાયો છે. સારવાર માટે જાવ ત્યારે દવા મળે કે ન મળે પરંતુ દારૂ મળશે તેની પૂરેપૂરી ગેરંટી છે!

દારૂબંધીનો કેટલો અમલ થાય છે તે ગુજરાતીઓ સારી રીતે જાણે છે

સામાન્ય રીતે ગુજરાત માટે કહેવામાં આવે છે કે આ રાજ્યની ગણતરી ડ્રાય સ્ટેટમાં થાય છે, એટલે કે દારૂ પર પ્રતિબંધ છે. બહાર રહેતા લોકોને કદાચ આ વાત સાચી પણ લાગે, એ લોકો કદાચ માની પણ લે કે કાયદો છે તો તેનો અમલ પણ થતો હશે. પરંતુ દારૂબંધી કેટલી છે તે ગુજરાતીઓ સારી રીતે જાણે છે. કાયદાના લીરેલીરા ઉડતા પણ અનેક વખત આપણે જોયા છે. 


સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળી આવી દારૂની બોટલ 

અલગ અલગ જગ્યાઓથી દારૂનો જથ્થો મળી આવતો હોય છે ફરી એક વખત દારૂની ખાલી બોટલ સુરત સિવિલથી મળી આવી છે... એ હોસ્પિટલ જ્યાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. સુરત સિવિલ હોસ્પિટલમાં જાવ છો તો દવા નહિ પણ ત્યાં દારૂની પુરેપુરી ગેરંટી છે તેમ કહીએ તો અતિશયોક્તિ ન ગણાય.


પહેલા ડ્રગ્સનો છોડ અને હવે દારૂની બોટલ મળી

પહેલા યુનિવર્સીટીઓમાંથી દારૂની બોટલો મળી હવે સિવિલ હોસ્પિટલમાંથી ખાલી બોટલો મળી રહી છે અને આપણે ગર્વથી કહીએ છીએ કે આપણે ડ્રાય સ્ટેટમાં રહીયે છીએ... સુરત સિવિલ હોસ્પિટલથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે જોઈને શરમ આવી જાય. સિવિલ કેમ્પસના જૂના ટ્રોમાં સેન્ટર બહારના STD- PCO પાછળ ઝાડ નીચેથી દારૂની બોટલો મળી આવી છે અને ફરી એકવાર દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. જોકે દારૂ પહેલા પણ  સિવિલના કેમ્પસમાંથી ડ્રગ્સના છોડ મળ્યા હતા એટલે સિવિલમાં દવાની ખબર નહિ પણ દારૂની પુરેપુરી ગેરન્ટી છે....!

   

હોસ્પિટલમાં દારૂ ક્યાં આવ્યો તે પ્રશ્ન

આ મુદ્દો ચર્ચામાં આવતા RMOએ કહ્યું કે સૂચના અપાઈ ગઈ છે અને બીજીવાર આવું પુનરાવર્તન ન થાય એની કાળજી રખાશે. પણ ભાઈ સિવિલમાં આ દારૂની બોટલ આવી ક્યાંથી એનો જવાબ છે તમારી જોડે ? જે વીડિઓ સામે આવ્યો છે તેમાં દેખાય છે કે એક કે બે નહિ પણ 4થી 5 બોટલો છે. ઘટનાની જાણ થતા સિવિલમાં સારવાર લેનાર દર્દીઓ અને દર્દીઓના સગાઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. 


તંત્રની ગંભીર બેદરકારી સામે આવી!

આ તો કશું નથી આજથી 3 વર્ષ પહેલા સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસના ગ્રાઉન્ડમાંથી દેશી દારૂની 7 પોટલી મળી આવી હતી લાકડા કાપવા વાળાઓને દારૂ ભરેલી સિમેન્ટની થેલી મળી આવ્યાં બાદ તેમાં તપાસ કરતાં દેશી દારૂની મોટી પોટલીઓ નીકળી એટલે સિવિલ માટે આ કશું નવું નથી પણ તંત્રની બેદરકારી ભયંકર છે. 


જો સરકારી કચેરીમાંથી પણ દારૂ મળી આવે તો નવાઈ નહીં!

સિવિલમાં અનેક એવા દર્દીઓ આવે છે જે દારૂ પીને જીવન અને મૃત્ય વચ્ચે લડી રહ્યા હોય છે. એ લોકોને એક તરફ ડોક્ટર દારૂ છોડવાનું કહે છે અને બીજી બાજુ હોસ્પિટલના જ કેમ્પસમાં દારૂની બોટલો મળી આવે છે. આપણે ગુજરાતમાં દારૂબંધી કાયદાના ધજાગરા ઉડે તેવા દ્રશ્યો રોજે જોઈએ છીએ. પહેલા કોલેજ, યુનિવર્સીટી હવે હોસ્પિટલ.. કલ જતા સરકારી કચેરીઓમાંથી પણ દારૂ મળી આવે તો પણ કઈ નવાઈ નહિ હોય...!  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.