સુરતની કામરેજ સીટના ભાજપના MLA ઝાલાવાડિયાની મિલકત જપ્તીનો કોર્ટનો આદેશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 19:26:25


સુરતની એક કોર્ટે કામરેજના ધારાસભ્ય  વી ડી ઝાલાવાડિયાની મિલકત જપ્ત કરવાનો આદેશ આપતા ખળભળાટ મચી ગયો છે. અકસ્માતમાં મૃતકને 15 લાખનું વળતર નહીં ચૂકવતા 27.75 લાખની મિલકત જપ્તીનો આદેશ કરાયો છે. સીમાડા પાસે ઝાલાવાડિયાની રોંગ સાઇડમાં પાર્ક કરેલી ટ્રકમાં ઘૂસી જતાં યુવકનું મોત નિપજ્યુ હતું. જ્યારે ટ્રકની પાર્કિંગ લાઈટ પણ ચાલુ ન હતી. 


શા માટે ઝાલાવાડિયાને કોર્ટે દંડ ફટકાર્યો


વર્ષ 2016માં સીમાડા કેનાલ રોડ પર રોંગ સાઈડમાં પાર્ક કરેલી ટ્રકમાં ડ્રાઇવર લાઈટ ચાલુ રાખી ન હતી. તેને કારણે વરાછા વિસ્તારમાં વિશાલ નગરમાં રહેતો એક યુવક ટ્રકમાં ધડાકાભેર ઘૂસી ગયો હતો. અકસ્માતમાં યુવકનું મોત થયું હતું. જોકે આ મામલે યુવકના પરિવારે ફરિયાદ કરતા કોર્ટે આ કેસમાં સુરત કામરેજ વિધાનસભાના ધારાસભ્ય ઝાલાવાડિયાની પત્નીના નામે અને ઝાલાવાડિયાની માલિકીની આ ટ્રક હોવાને લઈને માર્ચ મહિનામાં જ હુકમ કર્યો હતો કે, આ પરિવારને 15 લાખ વળતર પેટે ચૂકવી દેવામાં આવે, પરંતુ ધારાસભ્ય દ્વારા રૂપિયા ન ચૂકવવાતા આખરે સુરત કોઠે 24.75 લાખની મિલકત જપ્તીનો આદેશ કર્યો છે. ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાએ આ કેસ અંગે જણાવ્યું હતું કે અકસ્માત થયોએ પહેલાં ટ્રક વેચાઈ ગઈ હતી. ટ્રક લેનાર વ્યક્તિએ પોતાના નામ પર ટ્રક ન કરાવતા ઝાલાવડીયાના પત્નીના નામ પર ટ્રક બોલતી હતી. તેથી હવે તે ઉપલી કોર્ટમાં અપીલમાં જશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે