સુરતના રત્ન કલાકારો રણશિંગું ફૂકવા તૈયાર છે.. આગામી ૩૦મી માર્ચે હળતાળ પર ઉતરશે સુરતના રત્ન કલાકારો.


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 14:47:48

 

 

 

આજના સમયે સામાન્ય થી લઈને રોજબરોજની મજૂરી કરતાં કારીગરો માટે રોજિંદા જીવનની હાડમારીઓ વધી રહી છે.મંદી અને મોંઘવારી બંનેનો ભાર વેઠતા સુરતના રત્ન કલાકારો હવે ફરીથી હડતાળના માર્ગે છે.આગામી ૩૦મી માર્ચના રોજ સૌ રત્ન કલાકારો મેદાને પડશે.કલાકારો પોતાની પડતર માંગણીઓ પૂરી ના થતાં, આર્થિક તંગીનો ભોગ બનીને અંતે જીવ ટૂંકાવે છે.  

 

ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશન અને કલાકારોના યુનિયન દ્વારા વારંવાર સરકારને કલાકારોના પ્રશ્નો અંગે માહિતગાર કર્યા છે.એમના પ્રશ્નોના હલ કરવાના વાયદા સરકાર વારંવાર આપે છે.સરકારે આપેલા વચન પૂરા ના કરતાં હવે, કલાકારો વાયદા પર વાયદા કરતી ભાજપ સરકારની સામે હવે ફરીથી રત્ન કલાકારો રણશિંગું ફૂકવા તૈયાર છે.આગામી ૩૦મી માર્ચે રત્ન કલાકારો હળતાળ પર ઉતરશે.

દસેક દિવસ પહેલાં યુનિયને હડતાળનું એલાન કર્યું તેના બીજા દિવસે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મીટિંગ મળી હતીજેમાં મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે દિવસમાં સરકાર એક્શન પ્લાન બનાવશે.  વાતને આજે 10થી વધારે દિવસ થઈ ગયા હોવા છતાં સરકાર દ્વારા હજી સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથીજેને લઈને સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ફરી આગામી 30 માર્ચના રોજ હડતાળ પાડવા માટેનું એલાન કરવામાં આવ્યું છે.

 ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશનની સુરતના રત્ન કલાકારો આ હળતાળને લઈને રત્ન કલાકાર મનીષ ડાંગરિયાએ સૌ કારીગરોને કોવિદરમિયાનની પરિસ્થિતિ અંગે સજાગ કરતાં જણાવ્યું કે જો આપણે સૌ કોવિડ સમયે કામથી અડગા રહી શક્યા તો, હવેતો પોતાના પ્રશ્નો માટે ઉભા રહેવા માટે પાછી પાની ના કરવી જોઈએ.

     સુરત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે, મુખ્યમંત્રી જ્યારે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન ડેલીગેશને મળ્યા ત્યારે વચન આપવામાં આવ્યું હતું કે બે દિવસમાં અમે એક્શન પ્લાન બનાવીશુંપરંતુ હજી સુધી સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથીજેને લઈને એસોસિએશન દ્વારા આગામી 30 માર્ચના રોજ હડતાળ પાડવાનું એલાન કર્યું છે. સરકાર દ્વારા 30 માર્ચ સુધીમાં જો કોઈ યોગ્ય પગલાં નહીં લેવામાં આવે છે તો ચોક્કસપણે હડતાળ પાડવામાં આવશે.

છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.સુરતમાં રત્ન કલાકારો 30મીએ હડતાળ પાડશેસરકારે દિવસમાં પ્લાન બનાવવાનું કહ્યા બાદ 10 દિવસે પણ નિરાકરણ નહીં આવતાં હવે તેઓ હડતાળ પર ઉતરશે.  

 

 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .