Surat : પરીક્ષામાં નાપાસ થઈ તો વિદ્યાર્થિનીએ જીંદગી પૂર્ણ કરી દીધી, જીવનને ટૂંકાવવા B.TECH ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ અપનાવ્યો આ રસ્તો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-05 18:05:00

ભણવાનો તો બોજો વિદ્યાર્થીઓ પર વધી રહ્યો છે. ભણવા તો બોજો હોય જ છે પરંતુ પરિણામનો બોજો પણ સતત વધી રહ્યો છે. પરીક્ષામાં જો ઓછું પરિણામ આવે તો વિદ્યાર્થી નાપાસ થઈ જાય છે અને જિંદગી સામેનો જંગ હારી જાય છે. હતાશ બનેલા વિદ્યાર્થી આત્મહત્યાનો રસ્તો અપનાવી રહ્યા છે. ત્યારે સુરતમાં કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે તે મુંબઈમાં GST આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરી છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી દીકરીએ જીવનને ટૂંકાવી દીધું.


નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીઓ ટૂંકાવી રહ્યા છે જીવન!

આત્મહત્યા કરવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ પોતાની જિંદગી ટૂંકાવી રહ્યા છે. પરિણામ ના ડરથી, નપાસ થવાના ડરથી યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. કોટાથી તો અનેક વખત આવા સમાચાર સામે આવતા હોય છે ત્યારે સુરતથી આવા સમાચાર સામે આવ્યા છે જેમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી દુનિયાને અલવિદા કહી દીધું છે. મુંબઈમાં GST આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરીએ સુરતમાં આત્મહત્યા કરી લીધી છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી દીકરીએ જીવનને ટૂંકાવી દીધું. આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થિનીએ સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં પરીક્ષામાં નાપાસ થઈ હોવાને કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 




આવી રીતે કરી આત્મહત્યા!

મળતી માહિતી અનુસાર જે વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી છે તે સુરતના અડાજણ વિસ્તારમાં આમ્રપાલી રો હાઉસમાં મુંબઈમાં જીએસટી આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા કે વેંકટેશન નાઈકરની દીકરી છે. અધિકારી પોતાની બે દીકરી અને પત્ની સાથે રહે છે. બે દીકરીઓમાંની એક વિમાનુશ્રી નામની દીકરી સ્ટેટ સાર્વજનિક કોલેજમાં બી.ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. વિમાનુશ્રીએ શનિવારના રોજ પોતાના ઘરે જ આત્મહત્યા કરી લીધી છે. દીકરીએ પોતાના મોઢાને લોક વાળી પ્લાસ્ટિકની થેલીથી કવર કર્યું અને પોતાના હાથ પર લોકવાળો પ્લાસ્ટિકનો બેન્ડ બાંધી દીધી. એવી વ્યવસ્થા કરી કે ગૂંગળામણથી તેનું મોત થઈ જાય. આવી રીતે તેણે આપઘાત કર્યો હતો. 



અનેક કારણો હોય છે જવાબદાર આની પાછળ!

આ ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો દીકરીને હોસ્પિટલ લઈ ગયા સારવાર અર્થે. પરંતુ દીકરીને સારવાર મળે તે પહેલા તેનું મોત થઈ ગયું હતું. મહત્વનું છે કે વિદ્યાર્થીઓ પર ભણવાનો બોજ સતત વધી રહ્યો છે. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાં તો ભણતર વધી જ ગયું છે પરંતુ નાના બાળકોમાં પણ એટલો બધો અભ્યાસક્રમ હોય છે જેને લઈ વિદ્યાર્થીઓને ભણવાથી કંટાળો આવવા લાગે. વિદ્યાર્થીઓ દ્વારા અપનાવવામાં આવતા આ કદમો પાછળ અનેક કારણો જવાબદાર હોય છે પરંતુ સૌથી વધારે મોટું કારણ જવાબદાર હોય છે તે છે માતા પિતાની અપેક્ષાઓ...!  



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.