Surat : નશાની હાલતમાં City Driverએ બાઇક પર જઈ રહેલા પિતા-પુત્રને લીધા અડફેટ! Accidentમાં થયું પિતાની સામે થયું પુત્રનું મોત, પરિવાર આઘાતમાં


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-13 11:02:23

રાજ્યમાં વાહન ચાલકો, બસ ચાલકો, ટ્રક ચાલકો બેફામ બન્યા છે... સીટી બસ હોય હોય કે પછી એસટી બસના ડ્રાઈવરો હોય એ લોકો એવી રીતે ડ્રાઈવિંગ કરતા હોય છે જેમ રસ્તો તેમના બાપનો હોય. બેફામ રીતે બસને હંકારતા ડ્રાઈવરોને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે અને કોઈને કોઈ વ્યક્તિ મોતને ભેટે છે. સુરતથી બસની અડફેટે આવતા લોકોના મોત થતા હોય તેવા કિસ્સાઓ અનેક વખત બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત સિટી બસને કારણે સર્જાયો છે અને પોતાની નજરોની સામે પિતાએ પોતાના પુત્રને ગુમાવ્યો.    


11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીનો અકસ્માતે લીધો ભોગ 

અકસમાતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. અનેક પરિવારના સભ્યોના મોત અકસ્માતને કારણે થયા છે. અનેક અકસ્માતો તો એવા હોય છે જેમાં પરિવારના સભ્યની સામે જ પરિવારનો સભ્ય અંતિમ શ્વાસ લેતો હોય છે. અનેક કિસ્સાઓમાં તો ઘટના સ્થળ પર વ્યક્તિ મોતને ભેટે છે. ઘરેથી નિકળેલો વ્યક્તિ ઘરે પરત ફરશે કે નહીં તે પણ જાણતા નથી. ત્યારે એક ભયંકર અકસ્માત સુરતમાં સીટી બસને કારણે સર્જાયો છે. સીટી બસની અડફેટે આવતા એક પિતાએ પોતાનો જુવાન દીકરો ગુમાવ્યો છે.     


નશાની હાલતમાં બસ ડ્રાઈવરે સર્જ્યો અકસ્માત!

મળતી માહિતી અનુસાર આ ઘટના સુરતના બમરોલી વિસ્તારમાં આજે વહેલી સવારે બની છે. 120 ફૂટ રોડ પર સિટી બસે બાઇક સવાર પિતા-પુત્રને અડફેટે લીધા જેમાં પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.  સવારે ધોરણ 11માં ભણતા પુત્રને પિતા શાળાએ મૂકવા જઈ રહ્યા હતા તે વખતે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર પિતા પુત્રીનું વાહન આશાપુરા સોસાયટી પાસે સ્લીપ થઇ ગયું હતું. વાહન સ્લીપ થઈ જતા તે નીચે પડી ગયા. પાછળથી બ્લૂ બસ આવી રહી હતી. આ બસ ડ્રાઇવરે બ્રેક મારી નહીં અને આ લોકો પર ચડાવી દીધી. એવી પણ માહિતી સામે આવી છે કે ડ્રાઈવર નશામાં હતો. સ્થાનિકોએ ડ્રાઈવરને પકડી પાડ્યો છે તેવી માહિતી પણ સામે આવી છે. 


ઓવરસ્પીડિંગને કારણે થાય છે અનેક વખત અકસ્માત 

મહત્વનું છે કે અનેક બસ ડ્રાઈવરો બેફામ બનીને, નશામાં ગાડી ચલાવતા હોય છે જેને કારણે અકસ્માત સર્જાય છે. રસ્તાને બાપનો બગીચો સમજીને લોકો બેઠા હોય છે. ઓવરસ્પીડિંગમાં ન માત્ર બસ ડ્રાઈવરો બસ ચલાવતા હોય છે પરંતુ અનેક વાહનો વાળા ઓવર સ્પીડમાં ગાડી ચલાવતા હોય છે. અનેક વખત તો એવું જોવા મળ્યું છે કે નાના વાહનો પણ ફૂલ સ્પીડમાં ચલાવવામાં આવે છે અને અકસ્માત સર્જાય છે. વાહન ચાલકના બેદરકારીને કારણે અનેક લોકોને પોતાના જીવ ગુમાવવો પડે છે.   



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.