Surat : કે.જીમાં ભણતી માસુમ બાળકીને શિક્ષકે માર્યા લાફા અને ધબ્બા, ઘટના સીસીટીવીમાં કેદ, લેવાયા દંડાત્મક પગલા


  • Published By :
  • Published Date : 2023-10-12 11:01:52

આપણે ત્યાં ગુરૂ માટે અનેક વાક્યો અને સુવિચારો લખાયા છે. ગુરૂને એક ઉચ્ચ પદ આપવામાં આવ્યું છે. પરંતુ આપણી સામે એવા અનેક સમાચારો આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓને શિક્ષકો માર મારતા હોય છે. બાળક જો કોઈ ભૂલ કરે છે તો તેમને રોકવા જોઈએ, તેમને સમજાવવા જોઈએ કે આવી ન કરાય પરંતુ અનેક શિક્ષકો એવા હોય છે જે બાળકો પર હાથ ઉપાડે છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવી રહ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં વિદ્યાર્થિનીને 35 જેટલી વખત ધબ્બા મારવામાં આવે ઉપરાંત લાફા પણ મારવામાં આવ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એવી માહિતી સામે આવી છે કે શિક્ષિકા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે ઉપરાંત શાળા સંચાલકો દ્વારા શિક્ષીકાનું રાજીનામુ પણ લઈ લેવામાં આવ્યું છે. 

સુરતના કાપોદરાની શાળાનો વીડિયો થયો વાયરલ 

ઈન્ટરનેશલ ડે ઓફ ગર્લ્ડ ચાઈલ્ડ તરીકે દર વર્ષે 11 ઓક્ટોબર ઉજવવામાં આવે છે. ત્યારે એક વીડિયો સુરતથી સામે આવ્યો હતો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક શિક્ષિકા વિદ્યાર્થિનીને મારી રહ્યા હતા. ગાલ પર થપ્પડ માર્યા અને તે બાદ પીઠ પર પણ ધબ્બા મારવામાં આવ્યા હતા. એ વીડિયો સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલી સાધના નિકેતન શાળાનો હોવાનું અનુમાન છે. આ સમગ્ર ઘટના ક્લાસમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. કે.જીમાં ભણતી વિદ્યાર્થિનીને માર માર્યો છે તેવો વીડિયો સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 


હોમવર્ક ન કરવાને કારણે વિદ્યાર્થિનીને શિક્ષકે માર્યો માર  

શાળાએથી ઘરે પહોંચેલી દીકરી જ્યારે યુનિફોર્મ બદલી રહી હતી ત્યારે તેના શરીર પર ઘાવ દેખાયા હતા. શરીર પર ઘા દેખાતા વિદ્યાર્થિનીની માતાએ આ અંગે બાળકીને પૂછ્યું ત્યારે બાળકીએ તેને માર માર્યો હોવાની વાત કહી. ટીચરે માર માર્યા હોવાની વાત વિદ્યાર્થિનીએ પોતાની માતાને કહી. કેવી રીતે બાળકીને માર મારવામાં આવે છે.. એવી માહિતી સામે આવી છે હોમવર્ક ન કરવાને કારણે વિદ્યાર્થિનીને શિક્ષિકાએ માર માર્યો છે. 


વીડિયો સામે આવ્યા બાદ પ્રફૂલ પાનસેરિયાએ આપ્યા તપાસના આદેશ

ગાલ પર કેટલા થપ્પડ મારવામાં આવે છે પીઠ પર કેટલા ધબ્બા મારવામાં આવે છે તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ આખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપી દીધા હોય તેવી માહિતી સામે આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે શિક્ષિકાનું રાજીનામું લેવામાં આવ્યું છે ઉપરાંત તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. 

શિક્ષકો દ્વારા કરાતો વ્યવહાર વિદ્યાર્થીના માનસ પર કરે છે અસર    

મહત્વનું છે કે શાળામાં આપવામાં આવતું શિક્ષણ બાળકને જીવનભર યાદ રહે છે. શાળા સાથે જોડાયેલી વાત માણસને આજીવન યાદ રહે છે. શિક્ષક દ્વારા થતા આવા વ્યવહારની સીધી અસર બાળકના માનસ પર પડતી હોય છે. ઘર જેટલો સમય બાળકો સ્કૂલમાં વિતાવતા હોય છે. સ્કૂલમાં બાળકોને મળતી શિક્ષા પર બાળકોનું ભવિષ્ય ટકેલું હોય છે. શાળામાં દેશના ભાવિનું ઘડતર થતું હોય છે. શિક્ષકો દ્વારા આપવામાં આવતા સંસ્કાર, શિક્ષકો દ્વારા કરવામાં આવતો વ્યવહારને બાળકો અનુસરે છે. બાળક જો ભૂલ કરે છે તો તેને ખખડાવો, સમજાવો પરંતુ વિદ્યાર્થી પર હાથ ઉપાડવાનો અધિકાર કોઈને નથી...             



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે