Surat Loksabha Seatના INDIA ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી જોડાશે ભાજપમાં? Mukesh Dalal બિનહરીફ લોકસભા ચૂંટણી જીત્યા


  • Published By :
  • Published Date : 2024-04-23 11:26:24

ગુજરાતમાં લોકસભા બેઠકો 26 છે પરંતુ મતદાન સંપન્ન થાય તે પહેલા સુરત લોકસભા બેઠકને પોતાના સાંસદ મળી ગયા છે... બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. તે બાદ રાજનીતિ ગરમાઈ..  અલગ અલગ રાજનેતાઓની પ્રતિક્રિયા સામે આવી.. સોશિયલ મીડિયા પર સુરત ટ્રેન્ડ થવા લાગ્યું.. આ આખી ઘટના જાણે સ્ક્રીપ્ટેડ હોય તેવું લાગી રહ્યું છે..! આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. એવી માહિતી પણ સામે આવી છે કે આ અઠવાડિયાના અંત સુધીમાં તેઓ કેસરિયો ધારણ કરી શકે છે...


ગુજરાતની 25 લોકસભા બેઠકો પર આટલા ઉમેદવારો વચ્ચે જામશે જંગ 

રાજ્યમાં ધીરે ધીરે ચૂંટણીનો માહોલ જામ્યો હોય તેવું લાગ્યું છે. કેટલી બેઠકો પર કેટલા ઉમેદવારો વચ્ચે જંગ થવાનો છે તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ગુજરાતની 26 બેઠકો માટે 266 ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. ગઈકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો.. ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ ભલે હતો પરંતુ સુરતથી જે સમાચાર સામે આવ્યા તે ચોંકાવનારા હતા.. છેલ્લા એક બે દિવસથી સુરતથી ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારને લઈ ચર્ચાઓ થઈ રહી હતી. તેમના ઉમેદવારી ફોર્મને લઈ પ્રશ્નો ઉઠ્યા હતા.. સુરતમાં જે ખેલ ખેલાયો તે આપણાથી છુપો નથી..



નિલેશ કુંભાણી ગમે ત્યારે કેસરિયો કરી શકે છે ધારણ

પહેલા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું, તે બાદ ધીરે ધીરે ફોર્મ પરત ખેંચવામાં આવ્યા.. બસપાના ઉમેદવારે પણ અંતે ફોર્મ પરત ખેંચી લીધું અને અંતે સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ ગયા અને તેમને જીતનું સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવ્યું... આ બધુ તો આપણે જાણીએ છીએ પરંતુ આમાં નવાઈની વાત એવી છે કે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ઈન્ડિયા ગઠબંધનના સુરત લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણી ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે... તે ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે તેમના સ્વાગતની તૈયારીઓ પણ થઈ ગઈ છે... મહત્વનું છે કે આની પહેલા અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ઉમેદવાર રોહન ગુપ્તા પણ થોડા સમય પહેલા ભાજપમાં જોડાઈ ગયા છે. 


સુરતમાં જે ઘટના બની તેને લઈ અનેક સવાલો ઉભા થાય.... 

મહત્વનું છે કે સુરતમાં જે ઘટના બની તેને લઈ અનેક સવાલો ઉઠ્યા છે... કાં તો નિલેશ કુંભાણીએ ખોટી સહી કરી અને ખોટી નોટરી થઈ, કાં તો ટેકેદારોએ ખોટી એફિડેવીટ કરી... એક સાથે બંને સાચા ના હોઈ શકે.. મહત્વનું છે કે સુરતમાં રાજનેતાઓએ જે ખેલ ખેલ્યો તેવો ખેલ કોઈ બીજાએ ખેલ્યો હોત તો કાયદાકિય રીતે કાર્યવાહી કરવામા આવતી.. પરંતુ શું આ કેસમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે? આ કેસમાં કોણ ખોટું છે તેની તપાસ કરવામાં આવશે? સવાલ ઘણા છે પરંતુ અપેક્ષા એટલી છે કે લોકતંત્ર પર રહેલો વિશ્વાસ તૂટી ના જાય..!   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે