લ્યો બોલો! સુરત પોલીસનો ASI જ 624 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાયો, પોલીસની પ્લેટ રાખી દારૂની તસ્કરી


  • Published By :
  • Published Date : 2023-08-01 20:03:08

ગુજરાતમાં દારૂબંધીના કાયદાની દરરોજ ફજેતી થાય છે, પર દારૂ ઢીંચીને ફરતા લોકો રાજ્યના તમામ મોટા શહેરોમાં જોવા મળે છે. જો કે હવે તો ત્યારે થાય છે જ્યારે ગુજરાત પોલીસના ASI જ દારૂ ભરેલી પેટી સાથે ઝડપાય છે. સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતો રોનક નજુમુદ્દીન હિરાણી વાપીના ડુંગરા પોલીસના હાથે વિદેશી દારૂના જથ્થા સાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. સુરતના ASI રોનક નજુમુદ્દીન હિરાણીને ડુંગરા પોલીસે 624 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ડુંગરા પોલીસે આ બુટલેગર ASIની ધરપકડ કરી વાપી કોર્ટમાં રજૂ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસની પ્લેટ રાખી દારૂની તસ્કરી

 

વલસાડ જિલ્લાના વાપીના નાની તંબાડી ચાર રસ્તા પાસેથી ડુંગરા પોલીસની ટીમે સેલવાસથી સુરત તરફ જતી બાતમીવાળી કારને અટકાવી ચેક કરતા કારમાંથી 624 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂના જથ્થા સાથે સુરતના પાંડેસરા પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતો પોલીસ જવાન અને એક ખેડૂત પુત્ર 624 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે વપીની ડુંગરા પોલોસે ઝડપી પાડયા હતા. ડુંગરા પોલીસની ટીમે દારૂનો જથ્થો અને કાર તેમજ 4 મોબાઈલ મળી કુલ 6.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ડુંગરા પોલોસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 2 દિવાસના રિમાન્ડ મેળવ્યા હતા. ASI રોનક નજુમુદ્દીન હિરાણી પોલીસના ચેકીંગથી બચવા માટે કારની આગળ પોલીસની પ્લેટ લગાવી રાખતો હતો. કોઈપણ જગ્યાએ પોલીસ જવાનો કાર અટકાવે તો તે પોલીસ સ્ટાફનો કહીંને પોલીસ ચેકીંગથી બચી જતો હતો.


કઈ રીતે ઝડપાયો  ASI રોનક નજુમુદ્દીન હિરાણી


વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લામાં પ્રોહીબિશન ડ્રાઇવ અંતર્ગત જિલ્લામાં પોલીસ જવાનોને પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી તાલુકાની ડુંગરા પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે સેલવાસથી એક કાર નં. GJ-13-AM-9193માં સેલવાસથી વિદેશી દારૂનો જથ્થો લઈને કારનો ચાલક વાપી થઈ સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વાપી ડુંગરા પોલીસની ટીમે નાની તંબાડી ચાર રસ્તા પાસેથી બાતમીવાળી કારની વોચ ગોઠવી હતો. જે દરમ્યાન બાતમવાળી કાર આવતા કારને અટકાવી ચેક કરતા કારની ડ્રાયવર સીટ આગળ પોલીસ લખલું પાટિયું મારેલું હતું. તે કારમાં ડુંગરા પોલીસે ચેક કરતા કારમાંથી 15 પેટીમાં 624 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂના જથ્થા સાથે સુરત પાંડેસરા પોલીસ મથકના ASI રોનક નજુમુદ્દીન હિરાણી અને ખેડૂત દિગેન્દ્રસિંહ કિશોરસિંહ ઝાલાની અટકાયત કરી હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે