Surat : વાહનચાલકોને રોંગ સાઈડ આવતા રોકતા Social Activist Piyush Dhanani પર થયો હુમલો, જાણો હુમલો કરનાર વિરૂદ્ધ શું લેવાયા પગલા?


  • Published By :
  • Published Date : 2023-12-21 11:47:35

રોંગ સાઈડ પર આવવાને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે. એવા અનેક કિસ્સાઓ છે જેમાં રોંડ સાઈડ આવતા વાહનને કારણે એસ્ડિન્ટ થાય છે અને લોકોના મોત થાય છે. ત્યારે સુરતમાં લોકો રોંગ સાઈડ પર ન આવે તે માટે એક વ્યક્તિ જેમનું નામ પિયુષ ધાનાણી રસ્તા પર ઉભા રહી રોંગ સાઈડ આવતા વાહનચાલકોને પાછા વાળે છે.સુરતમાંએ સામાજીક કાર્યકર બની ચાર રસ્તા પર કે પછી જ્યાં લોકો નિયમોનું ઉલંઘન કરતાં હોય કે પછી રોંગ સાઈડ પર ગાડી ચલાવતા હોય ત્યાં ઉભા રહી જાય છે. પિયુષ ધાનાણી સોશિયલ મીડિયા પર તો એક્ટિવ છે પરંતુ તેમની ચર્ચા એટલા માટે થવા લાગી કારણ કે તેમને ચાર લોકોએ માર માર્યો છે. 

રોંગ સાઈડ પર આવતા લોકોને રોકે છે પિયુષ ધાનાણી 

થોડા સમય પહેલા પીએમ મોદી જ્યારે સુરત આવ્યા હતા ત્યારે તેમણે હળવા અંદાજમાં સુરતીઓને શીખામણ આપી હતી કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. રોંગ સાઈડ પર વાહનો આવવાને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે અને લોકોના મોત થાય છે. ન માત્ર રોંગ સાઈડ પર આવવાને કારણે પરંતુ કાયદાનો ભંગ કરવાને કારણે પણ  અનેક દુર્ઘટના સર્જાય છે. ત્યારે સુરતમાં પિયુષ ધાનાણી નામના સામાજીક કાર્યકર્તા રોંગ સાઈડ પર આવતા લોકોને રોકે છે અને તેમને કાયદાના પાઠ ભણાવે છે. ગઈકાલે તેઓ વરાછા પહોંચ્યા હતા. ત્યાં તેમણે લોકોને રોક્યા હતા. અચાનકથી અમુક લોકો આવ્યા અને તેમને મારવા લાગ્યા. 

સુરત: એક્ટિવિસ્ટ પિયુષ ધાનાણી સાથે જાહેર રસ્તા પર મારામારી, રોંગ સાઈડ પર  વાહન ચલાવવા મુદ્દે માથાકૂટ- વિડીયો વાયરલ | Surat: Activist Piyush Dhanani  sathe jaher ...


પિયુષ ધાનાણી પર ધોળા દિવસે થયો હુમલો 

તે માત્ર કાલે નહીં પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ રીતે રોજ રસ્તા પર ઉભા રહે છે અને લોકોને સમજાવાની કોશિશ કરે છે કે કાયદાનું પાલન કરવું જોઈએ. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તેમણે ચાવી લઈ લીધી હતી.  તે બાદ મારામારી પણ થઈ હતી. તે બાદ તેમણે માગ કરી કે તેમને ન્યાય આપવામાં આવે. અનેક કલાકો સુધી તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા રહ્યા. મળતી માહિતી અનુસાર જે લોકોએ તેમની પર હુમલો કર્યો તેમની ધરપકડ થઈ ગઈ છે.   



સોશિયલ મીડિયા પર અનેક વીડિયો પિયુષ ધાનાણી મુકે છે!

પિયુષ ધાનાણીની વાત કરીએ તો પિયુષભાઈ આના સિવાય ઘણા વિડીયોઝ બનાવે છે. ફેસબુક પર મુકે પણ છે અને ઘણી બધી વાર એમની ટીકા પણ થઈ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે એ માત્ર વ્યૂઝ માટે આ બધું કરતા હોય છે. જે રીતના વીડિયો બનાવી અમે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ એ રીતના વીડિયો બનાવે છે.

એક વીડિયોને કારણે આવ્યા હતા વિવાદમાં!

એક એવો કિસ્સો પણ ચર્ચામાં આવ્યો હતો એ કેવો વીડિયો ચર્ચામાં આવ્યો હતો કે જેમાં પિયુષભાઈ પોતાના મિત્રને રોકતા હોય છે અને કહેતા હોય છે કે તમે અહીંયાથી પાછા વળી જાવ.રોંગ સાઈડ નહીં જવાય અને પછી એવું કહેતા દેખાય છે કે સારું તમારો વીડિયોની ઉતારું. તમે અહીંયાથી વળી જાવ ત્યારે સૌથી વધારે એમની ટીકા કરવામાં આવી હતી કે પોતાના દોસ્ત આવ્યા એટલે એમણે પ્રામાણિકતા મૂકી અને એમને રોંગ સાઈડ જવા દીધી એ વાત કેટલી સાચી અને કેટલી ખોટીએ તો પિયુષભાઈ જાણે.


પિયુષ ધાનાણી પર થયો હુમલો 

ગઈકાલે જે થયું એની ટીકા કેમ ન કરવામાં આવે. પિયુષભાઈ પોતાના વીડિયો બનાવવા માટે આ કરી રહ્યા છે કે સમાજ સુધારવા માટે આ કરી રહ્યા છે જેના માટે પણ કરતા હોય પરંતુ તે સમાજ સુધારવાનું કામ કરી રહ્યા છે. આપણે કેમ નથી સુધરવા માંગતા કોઈ આપણને સમજાવી રહ્યું છે કે રોંગ સાઈડ નથી જવાનું કોઈ માણસ ત્યાં ઉભા રહી અને રસ્તા વચ્ચે લડે છે. 


લોકો રસ્તાને પોતાના બાપનો બગીચો સમજીને બેઠા છે!

રોંગ સાઈડ પર જતા લોકોને રોકી શકવું મુશ્કેલ છે. આપણને એવું લાગે છે કે આપણા પપ્પાનો રસ્તો છે આપણે મરજી પડી એમ ગાડી ચલાવીએ છીએ. તથ્ય પટેલનો કિસ્સો હોય કે પછી અમદાવાદના શિવરંજનીમાં જે થયું હોય. આપણે બધાને ટ્રાફિકના નિયમોની કોઈ પડી જ નથી પડી. જ્યારે આપણને ટ્રાફિક રુલ્સ ખબર હોય મોટાભાગના લોકોને ટ્રાફિક રૂલ્સ ખબર જ નથી હોતી ટ્રાફિક સાઈન્સ પણ ખબર નથી હોતી. મહત્વનું છે કે એક આપણે સુધરવા નથી માગતા અને જો કોઈ આ કામ કરે છે તો તેમને વિરોધનો સામનો કરવો પડે છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.