સુરત SOG પોલીસે 4.29 કરોડની કિમતનું 7.158 કિલો સોનું ઝડપ્યું, 4 શખ્સોની પણ કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-30 19:50:30

સુરત SOG પોલીસે ડુમ્મસ એરપોર્ટ પાસેથી એક નંબર વગરની કારમાંથી 7.158 કિલો સોના સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી આંતરરાષ્ટ્રીય દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. દુબઈથી લાવવામાં આવેલા 4,29,48,000 કિમતના 7.158 કિલો સોના સાથે 4 શખ્સોને પણ SOG પોલીસે ડુમસ રોડ પાસેથી ઝડપી પાડ્યા છે. આ ઘટનામાં પોલીસે સોનુ મંગાવનાર અને મોકલનાર બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


આંતરવસ્ત્રો અને બુટમાં છુપાવાયું સોનું


સુરત SOG પોલીસે 7.158 કિલો સોના સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ ટોળકી તેના કેરીયરોને દુબઈ ખાતે મોકલી ત્યાંના વેપારીઓ પાસેથી સોનાની પેસ્ટ મેળવી તે સોનુ એરપોર્ટ ઉપર ઇમીગ્રેશન સિક્યુરીટી ચેકીંગમાં ખબર ન પડે તે માટે સોનામાં કેમીકલ મિક્ષ કરી શરીર ઉપર આંતર વસ્ત્રોમાં છુપાવી તેવા સોનાને દુબઈથી સુરત ખાતે દાણચોરી કરવામાં આવી રહેલ છે. ઝડપાયેલા આરોપીઓએ કસ્ટમ એક્સાઈઝની ડ્યુટી ન ભરવી પડે તે માટે આંતરવસ્ત્રો અને બુટમાં છુપાવવાનો જુગાડ કર્યો હતો.


ગેંગ ઉપર હતી પોલીસની નજર


સુરત SOG પોલીસ પાસે એવી માહિતી હતી કે દુબઈથી સોનાની દાણ ચોરી ચાલી રહી છે. જેને લઈને છેલ્લા 15 દિવસથી આ ગેંગ ઉપર અમારી વોચ રાખવામાં આવી હતી. ગઈકાલે રાતે એસ.કે નગર ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન આ ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા હતા.આ મામલે શરદ સિંગલે વધુમાં જણાવ્યું હતુ કે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ 6 મહિનાથી ઓપરેટ થતું હતું અને 1 મહિનામાં 5 થી 10 જેટલી ટ્રીપ મારતા હતા. પોર્ટ પરથી લાવે તો સાડા 12 ટકા અને એરપોર્ટ પર લઈને આવે તો 36 ટકા કસ્ટમ ડ્યુટી હોય છે અને તે ન ભરવી પડે તે માટે આરોપીઓ આવી રીતે દાણચોરી કરતા હતા. આરોપીઓને એક ટ્રીપના 25 હજાર રૂપિયા મળતા હતા. આ ગુનામાં ચારેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ચારેય આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવામાં આવી રિમાન્ડ મેળવીશું અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.



ગુજરાત લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવાનો અંતિમ દિવસ ગઈકાલે હતો. 26 બેઠકો માટે 544 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેવી માહિતી સામે આવી છે. 22 એપ્રિલ બાદ ચિત્ર સ્પષ્ટ થશે કારણ કે ત્યાં સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાય છે...

દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.