Surat : ક્લાસમાં વિદ્યાર્થિનીએ લીધા અંતિમ શ્વાસ, ભણતી વખતે અચાનક થઈ બેભાન, સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ પરંતુ....


  • Published By :
  • Published Date : 2023-09-28 14:39:21

નાની ઉંમરે લોકો મોતને ભેટી રહ્યા છે. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના મોતના સમાચાર જ્યારે આવે છે ત્યારે વિશ્વાસ નથી થતો. હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ પણ અચાનક મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે સુરતથી સમાચાર સામે આવ્યા કે શાળામાં જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન એક વિદ્યાર્થીની અચાનક ઢળી પડી. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ આ દુનિયાને અલવિદા કહી ચૂકી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

3 Students Died Electric Current Deaths Katkada Village Of Mahuva |  Bhavnagar: મહુવાના કાટકડા ગામે શાળાએથી પરત ફરતા 3 વિદ્યાર્થીઓને કરંટ લાગતા  મોત

યુવાનોના થઈ રહ્યા છે મોત 

જન્મ અને મરણ આપણા હાથમાં નથી. લોકોને કાળ ક્યારે ભરખી જાય છે તે જાણી શકાતું નથી. તંદુરસ્ત દેખાતા યુવાનો પણ ક્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તે જાણી શકાતું નથી. તાજેતરમાં આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે કારણ કે તેમને હાર્ટ એટેક આવ્યો હોય છે. કોરોના બાદ તો આવા કિસ્સાઓ છાશવારે સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે. થોડા દિવસ પહેલા ગરબાની પ્રેક્ટિસ દરમિયાન જામનગરના 19 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈકાલે પણ એ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો હતો.   


ક્લાસમાં ભણતી વિદ્યાર્થીની અચાનક થઈ બેભાન અને થયું મોત 

ત્યારે સુરતમાં એક વિદ્યાર્થીનીનું મોત થયું છે. ગોડાદરા વિસ્તારમાં આવેલી સ્કુલમાં અભ્યાસ કરતી 13 વર્ષની વિદ્યાર્થીની ચાલુ ક્લાસમાં અચાનક ઢળી પડી. અચાનક બેભાન થઈ. તાત્કાલિક સારવાર મળે તે માટે વિદ્યાર્થીનીને હોસ્પિટલ લઈ જવામાં આવી. પરંતુ તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું, દીકરીની અચાનક ચીર વિદાયથી પરિવાર શોકમગ્ન  છે. શોકમાં પરિવાર ડૂબી ગયો છે. વિદ્યાર્થીની અચાનક બેભાન કેમ થઈ તે અંગે જાણવા માટે તપાસ થઈ રહી છે. 

surat news

હાર્ટ એટેકના આ છે લક્ષણ!

એવી આશંકા છે કે વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોઈ શકે છે. દિલ કામ કરતું બંધ થઈ ગયું હોય તેવી એક સંભાવના છે. હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને જોતા આ શક્યતાને નકારી ન શકાય. જો તમને પણ આ લક્ષણો દેખાય તો સાવધાન થઈ જજો...  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે