Surat આત્મહત્યા કેસ : એક સાથે ઉઠી એક જ પરિવારના સાત સભ્યોની અર્થી, સર્જાયા ભાવુક દ્રશ્યો, તપાસમાં આવ્યો નવો વળાંક!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-29 14:42:09

આત્મહત્યા કરવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આત્મહત્યા કરી લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. કોઈને આર્થિક પ્રોબ્લેમ હોવાને કારણે તો કોઈને અંગત કારણ હોવાને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે સુરતમાં ગઈકાલે એક જ પરિવારના સાત લોકોએ આપઘાત કરી લીધો હતો. સુરત શહેરના પાલનપુર પાટીયામાં એક એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારે આપઘાત કરી લીધો હતો. જે સાત લોકોએ આપઘાત કર્યો છે તેમાં માતા-પિતા સાથે દંપત્તિ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. એક સાથે સાત લોકોના મોત થતાં ચકચાર મચી ગયો છે અને દરેક જગ્યાઓ પર તેની ચર્ચા થઈ રહી છે. એક સાથે એક જ પરિવારના સાત સભ્યોની અર્થિ ઉઠતા સમગ્ર વિસ્તારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. 

surat-adajan-police-station-area-7-people-died-mass-suicide-one-family-one-person-hanged-his-self-6-person-poisoned-suicide-note

એક જ પરિવારના સાત સભ્યોએ કરી આત્મહત્યા!

એક જ પરિવારના સાત લોકોએ એકસાથે આપઘાત કર્યો હતો. સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં ઓવેલા સિદ્ધેશ્વર કોમ્પ્લેક્સના આખા પરિવારે મોતને વ્હાલુ કર્યું છે. મનીષભાઈ સોલંકીએ તેમની પત્ની, ત્રણ સંતાનો સાથે માતા પિતા સાથે તેમણે આત્મહત્યા કરી લીધી હતી.  પરિવારના તમામ સભ્યો ઘરમાંથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા. ગઈકાલે આ આપઘાતના સમાચાર મળતા દરેક જગ્યા પર આની ચર્ચા થઈ રહી હતી. 

સુરતમાં એક જ પરિવારના 7 લોકોની સામૂહિક આપઘાત | Gujarati News, News in  Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat Samay

ઝેરી દવા પીને પરિવારે ટૂંકાવ્યું જીવન!

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આ અંગે તપાસ હાથ ધરી છે. પોલીસ જ્યારે ઘટનાસ્થળ પર પહોંતી ત્યારે મનીષ સોલંકી પંખા સાથે લટકાયેલી હાલતમાં મળી આવ્યા હતા. પત્ની રીટા, માતા શોભના, પિતા કનુભાઈ અને ત્રણ સંતાનો એવા દિશા, કાવ્યા અને કુશલના મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આખા પરિવારે ઝેરી દવા પીધી અને મોતને વ્હાલું કર્યું. 

 સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં સામૂહિક આઘાતની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. એક જ પરિવારના સાત સભ્યોના મોતના પગલે સમગ્ર વિસ્તાર હિબકે ચઢ્યું હતું. બનાવની જાણકારી મળતા સ્થળ પર પોહચેલી પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જે સ્યુસાઇડ નોટમાં અન્ય કોઈ વ્યક્તિ પાસે રૂપિયા લેવાના નીકળી રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, વ્યક્તિગત તરીકે નામનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. મૃતક યુવક ફર્નિચર બનાવવાના ધંધા સાથે સંકળાયેલ હતો. જ્યારે પરિવારમાં પત્ની, ત્રણ સંતાનો અને માતા-પિતા હતા. પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે.

પોસ્ટમોર્ટમમાં ઉકેલાશે આ મોતનો ભેદ!

પોલીસે જ્યારે આ અંગે તપાસ કરી ત્યારે પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી આવી. એ સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો હતો કે એક વ્યક્તિ પાસેથી તેમણે પૈસા લીધા હતા. નામના આ વસ્તુનો તો ઉલ્લેખ કર્યો પરંતુ કોની પાસેથી તેમણે પૈસા લીધા તે નામ જણાવ્યું ન હતું. તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા. આ મામલે નવો વળાંક આવ્યો છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે તમામ લોકોએ ઝેરી દવા પીધી છે પરંતુ પોસ્ટમોર્ટમમાં નવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર માતા અને દીકરીનું ગળું દબાવવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવી જાણકારી મળતા પોલીસે આત્મહત્યાની સાથે સાથે હત્યા અંગે પણ તપાસ કરવાની આરંભી દીધી છે.

 સુરત: સામૂહિક આપઘાતમાં પરિવારના 7 સભ્યોની એક સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જકાતનાકા પાસે અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. જોકે, એક સાથે 7 લોકોના મોતથી વિસ્તારના લોકો હિબકે ચડ્યા હતાં. પરિવારના 7 સભ્યોની અંતિમયાત્રામાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ જોડાયા હતાં, જ્યારે સગા-સંબંધીઓના હૈયાફાટ રૂદન વચ્ચે અંતિમયાત્રા નીકળી હતી.

એક સાથે ઉઠી એક જ પરિવારના સાત સભ્યોની અર્થી 

એ દ્રશ્યોની આપણે કલ્પના કરી શકીએ છીએ જ્યારે એક સાથે સાત સાત અર્થી ઉઠે છે. આખા વિસ્તારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. અંતિમ  વિધીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એવી પણ માહિતી સામે  આવી છે કે આ અંતિમયાત્રામાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ સામેલ થયા હતા. પોલીસે આ મામલે તપાસ આરંભી છે હવે જોવું રહ્યું કે આ ઘટનામાં શું નવું બહાર આવે છે. 

 ઘટનાને લઈ સ્થળ પર લોકોના ટોળેટોળા ઘસી ગયા હતા. સામુહિક આપઘાતની ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા સૌ કોઈ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં ઘટના સ્થળે હાજર લોકોની આંખો પણ ભીની થઇ ગઇ હતી. સૌ કોઈ લોકો શોકમગ્ન જોવા મળ્યા હતા.

 બનાવની જાણ થતાં રાંદેર અડાજણ પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં સ્થળ પર તપાસ કરતા મનીષભાઈ સોલંકી પંખા સાથે ગળેફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે પત્ની રીટા, માતા શોભના, પિતા કનુભાઈ અને સંતાનમાં દિશા, કાવ્યા અને કુશલ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જે લોકોના ઝેરી દવા ગટગટાવાના કારણે મોત થયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.


જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...