Surat : બારડોલીમાં બાઈક પર બેસવા જતી વખતે યુવક અચાનક ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો, ઘટના સીસીટીવીમાં થઈ કેદ


  • Published By :
  • Published Date : 2024-05-22 13:58:57

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે ત્યારે હાર્ટ એટેકને કારણે પણ લોકોના મોત થઈ રહ્યા છે. સાજા લાગતા લોકો ગમે ત્યારે ઢળી પડે છે અને મોતને ભેટી રહ્યા છે. નાની વયે યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે...સુરતથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં બાઈક પર બેસતી વખતે તે અચાનક ઢળી પડ્યો.. યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો જ્યાં હાજર તબીબે યુવાનને મૃત જાહેર કર્યો....


ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા જેમાં.... 

એક સમય એવો હતો જ્યારે આપણે માનતા કે હાર્ટ એટેક મોટા લોકોને આવે.. પરંતુ ધીરે ધીરે આ વાત ખોટી સાબિત થઈ રહી છે તેવું લાગે છે.. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ત્યારે એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે સુરતથી છે.. મળતી માહિતી અનુસાર જે વીડિયો સામે આવ્યો છે તે મઢી ગામનો છે. ગેરેજ પર બાલદા ગામનો યુવક બાઈક રિપેર કરાવવા માટે ગેરેજ આવ્યો હતો.બાઈકની સર્વિસ થયા બાદ તે જવા માટે વાહન પર બેઠો અને અચાનક તે ઢળી પડ્યો.. સારવાર અર્થે તે યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચી ના શક્યો..


હાર્ટ એટેકના વધી રહ્યા છે કિસ્સાઓ

મળતી માહિતી અનુસાર જે યુવકનું મોત થયું છે તેમનું નામ કમલેશ ચૌધરી  હતું. કમલેશ ચૌધરીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું અનુમાન છે.. મૃતક વ્યક્તિ જીઆરડી તરીકે ફરજ બજાવતા.. મહત્વનું છે કે હાર્ટ એટેકને કારણે મોતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ અનેક લોકોના જીવ હાર્ટ એટેકને કારણે ગયા છે. મહત્વનું છે કે હાલ ગરમીની સિઝન ચાલી રહી છે. ગરમીને કારણે પણ અનેક લોકો બેભાન થઈ રહ્યા છે. હાર્ટ એટેક આવવા પાછળના અનેક કારણો હોય છે.. પૂરતી ઉંઘ ના થવી, સ્ટ્રેસ હોવા જેવી બાબતો..   





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે