સુરેન્દ્રનગર: દેવપરા ગામે કોલસાની ખાણમાં ગેસ ગળતર થતાં 6 મજૂરો ફસાયા, 3 પરપ્રાંતીય શ્રમિકોના મોત


  • Published By :
  • Published Date : 2024-02-15 20:31:27

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દેવપરા ગામ નજીક ગેરકાયદેસર  કોલસાની ખાણમાં ગેસ ગળતર થતા ત્રણ મજુરોના મોત થયા છે. મળતી માહિતી મુજબ કોલસાની ખાણમાં કોલસાની ખાણમાં  6 મજૂરો ફસાયા હતા, જેમાં ત્રણના કરૂણ મોત થયા છે. જીલેટીન વડે બ્લાસ્ટિંગ થયા બાદ ગેસ ગળતરની ઘટના બની હતી જેના કારણે 6 શ્રમિકો કોલસાની ખાણમાં ફસાયા હતા. શ્રમિકોને ઝેરી ગેસની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં હજુ પણ ત્રણ મજૂરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.


કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?


મુળી તાલુકાના દેવપરા ગામની સીમમાં દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં બ્લાસ્ટિંગ દરમિયાન ગેસ ગળતર ૩ પરપ્રાંતીય શ્રમિકોના મોત થયા છે. ઉલ્લેખનિય છે કે અહીં 6  જેટલા શ્રમિકો ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ખોદકામ કરી રહ્યા હતા તે દરમિયાન જીલેટીન વડે બ્લાસ્ટિંગ થયા બાદ ગેસ ગળતરની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં મુળી પોલીસ સહિતના અધિકારીઓની ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનિય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના થાન મૂળી અને સાયલા સહિતના  ગામોમાં અવારનવાર ખનન ચોરી દરમિયાન મજૂર વર્ગના અકસ્માતોની ઘટના બનતી રહે છે.


પોલીસે શરૂ કરી તપાસ


ત્રણેય મજૂરોની ડેડબોડીને પીએમ માટે મુળી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. હાલમાં ત્રણેય મૃતક મજૂરોનું મુળી સરકારી હોસ્પિટલમા પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. બીજી બાજુ પોલીસ દ્વારા તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે ગેરકાયદેસર ખાણ કોની ચાલતી હતી તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે સુરેન્દ્રનગર Dysp હિમાંશુભાઇ દોશીએ જણાવ્યું કે, સુરેન્દ્રનગરના દેવપરા ગામે કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરની ઘટનામાં રાજસ્થાનના ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે.  



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.