સુરેન્દ્રનગરના ચુડામાં આભ ફાટ્યું, 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, કપાસના પાકને વ્યાપક નુકશાન


  • Published By :
  • Published Date : 2023-09-24 11:16:35

ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે ત્યારે કેટલાક તાલુકા એવા પણ જ્યાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. તેમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં મૂશળધાર વરસાદ થતાં જનજીવન ખોરવાયું છે. ચુડા તાલુકામાં  છેલ્લા 12 કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે ચુડાનો વાસલ ડેમ  ઓવરફલો થયો હતો.  વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી ભરતા સ્થાનિકોને  દુર ખસી જવા સુચના આપવામાં આવી છે. ચુડામાં આભ ફાટતા વીજ પુરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.


કપાસના પાકને નુકશાન 


સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના ઉભા પાકોને નુકસાન થયા હોવાનું સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો જણાવી રહ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે 6,00,000 હેક્ટર જમીનમાં કપાસનો ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ કપાસ વિણાટ શરૂઆત કરવામાં આવતી હોય તેવા સમયે વરસાદ આવતા ખેડૂતોના કપાસના પાકને નુકસાન થયું છે.


સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ તાલુકામાં મેઘ મહેર


સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ તાલુકામાં મોડી સાંજે વરસાદનું આગમન થયુ હતુ. જેમાં લખતરમાં 1 ઈંચ, દસાડા અને વઢવાણમાં અડધા ઈંચથી વધુ વરસાદ પડયો છે. જયારે મૂળી અને લીંબડી તાલુકામાં સામાન્ય વરસાદી ઝાપટા પડયા હતા.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.