Surendranagar : પોતાની રજૂઆતને લઈ ખેડૂતોએ સાંસદ ચંદુભાઈ શિહોરાને ઘેરીને સવાલો પૂછ્યા, ખેડૂતોએ જણાવી પોતાની સમસ્યા.. જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-21 18:59:47

ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન કફોડી બની રહી છે. કોઈ વખત વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે તો કોઈ વખત વરસાદ ખેંચાઈ જવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. સરકારને અનેક વખત રજૂઆત કરવા માટે પણ જાય છે પરંતુ તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવતું. ત્યારે ખેડૂતોએ સુરેન્દ્રનગર લોકસભા બેઠકના સાંસદ ચંદુભાઈ શિહોરાને ઘેરી લીધા હતા અને પાણીના પ્રશ્નને લઈ ઉગ્ર રજૂઆત કરી હતી.

ખેડૂતો અનેક વખત પોતાની પીડાની કરે છે રજૂઆત

આપણા દેશનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર કરે છે. પરંતુ અનેક વખત જગતના તાતને રડવાનો વારો આવે છે. આપણા ઘરમાં અનાજ પહોંચાડતા ખેડૂતોને કોઈ વખત ભૂખ્યા રહી જવાનો વારો આવે છે. ખેતી માટે પૂરતું પાણી પણ નથી મળતું જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. આપણે અનેક વાર ખેડૂતોને રડતાં, પોતાની વેદના સંભળાવતા જોયા છે પણ બહું ઓછી વાર ખેડૂતોને રસ્તા પર આવતા અથવા તો નેતાઓને સવાલ પૂછતાં જોયા હશે. 


સિંચાઈના પાણીનો મુદ્દો લઈ ખેડૂતો પહોંચ્યા હતા..  

સુરેન્દ્રનગરથી એવા દ્રશ્યો સામે આવ્યા જે ઓછા જોવા મળે છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ચંદુભાઈ શિહોરાનો હળવદ શહેર ભાજપ દ્વારા અભિવાદન સમારોહ હતો જ્યાં ખેડૂતો સિંચાઈના પાણીના પ્રશ્નને લઈ આવી પહોંચ્યા હતા. સાંસદ સભ્ય સહિતના આગેવાનોને ઘેરી લઈ ઉગ્ર રજૂઆત કરી, આક્રોશ વ્યક્ત કર્યો. 



ખેડૂતો વિફર્યા અને નવા સાંસદને ઘેરી લીધા!

ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી માગ ખેડૂતો દ્વારા છેલ્લા 10 દિવસથી કરવામાં આવી રહી છે.  ખેડૂતો સિંચાઈ માટે પાણી આપવાની માંગ કરી રહ્યા છે જોકે નેતાઓ ખેડૂતોની રજૂઆતો ધ્યાને ન લેતા આખરે ખેડૂતો વિફર્યા અને નવા સાંસદને ઘેરીને સવાલો કર્યા. અભિવાદન સમારોહમાં સાંસદ ચંદુભાઈ સિહોરા, કચ્છના સાંસદ વિનોદભાઈ બીજા mla પણ હજાર હતા. 


જ્યારે જનતાનો અવાજ નથી સાંભળવામાં આવતો ત્યારે.. 

અમુક વાર જનતાએ આ કરવું જરૂરી થઈ જતું હોય છે કારણ કે નેતાઓ અને અધિકારીઓ સમજતા જ નથી અને સમજે તો ત્યારે ને જ્યારે સાંભળે...! એટલે નેતાઓને જ્યાં સુધી ઘેરીને રજુઆત ના કરવામાં આવે ત્યાં સુધી વાત સાંભળવામાં પણ નથી આવતી.. ખેર ત્યાંના ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ આવે તે આશા.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો...  



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....