Surendranagar : પાણી માટે ક્યાં સુધી લોકોને વલખા મારવા પડશે? રાજુ કરપડાએ પાણીની સમસ્યાને લઈ કરી ઉગ્ર રજૂઆત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-11 11:07:23

આસાનીથી કોઈ વસ્તુ આપણને મળી જાય તો તેની કદર નથી હોતી તેવું આપણે કહેતા હોઈએ છીએ. એ પછી ભોજન હોય કે પછી પાણી હોય... સામાન્ય લાગતી બાબતો માટે અનેક લોકોને વલખા મારવા પડતા હોય છે.. પાણીની સમસ્યા વિકટ બની રહી છે.. ગુજરાતના અનેક ભાગો એવા છે જ્યાં પાણીની સમસ્યાઓ માટે લોકોને રજૂઆત કરવા માટે સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરવા જવું પડે છે.. કલાકો સુધી ઓફિસની બહાર બેસવું પડે છે... પાણી ના આવે તો કેવી હાલત થાય તેની આપણે કલ્પના કરી શકીએ છીએ..

જ્યારે અનેક દિવસો સુધી પાણી ના મળે ત્યારે...

સુરેન્દ્રનગરમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે.. પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડે છે.. સુરેન્દ્રનગરના અનેક વિસ્તારો એવા છે જ્યાં અનેક દિવસો સુધી પાણી નથી આવતું જેને કારણે ટેન્કરથી પાણી લાવવા માટે મજબૂર બન્યા છે.. પાણી આવે તે માટે અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ તેમની સમસ્યાનો નિકાલ નહીં આવે.. ઉનાળાના સમયમાં પાણી ના હોય તો શું પરિસ્થિતિ થાય તે આપણે જાણીએ છીએ. થોડા કલાકો માટે આપણે ત્યાં પાણી બંધ થઈ જાય તો પણ એમ થાય કે પાણી ક્યારે આવશે? ત્યારે આવા વિસ્તારોમાં રહેતા લોકો કેવી પરિસ્થિતિમાંથી પસાર થતા હશે તેનો વિચાર  કરીએ તો આપણને પાણીની કદર થાય..



કોઈ વખત મહિલાઓ કરે છે થાળી વગાડીને વિરોધ.. 

પાણીની માગ સાથે અનેક વખત મહિલાઓ સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરવા પહોંચતી હોય છે.. વિરોધના અનેક દ્રશ્યો આપણી સામે છે જેમાં મહિલાઓ થાળી, ચમચી લઈ વિરોધ કરવા માટે પહોંચતી હોય છે. કોઈ વખત જો પાણી આવે તો થોડા ઓછા પાણીમાં ઘર ચલાવવું પડતું હોય છે.. આઝાદીના આટલા વર્ષો બાદ પણ જો પાણી માટે લોકોને વલખા મારવા પડે છે તો અનેક સવાલો ઉભા થાય છે.. 

રાજુ કરપડા દ્વારા કરાઈ ઉગ્ર રજૂઆત.... 

ત્યારે પાણીની સમસ્યાની રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સ્થાનિક લોકો સાથે સરકારી ઓફિસ પહોંચ્યા હતા.. મળતી માહિતી અનુસાર નગર પાલિકાની ઓફિસ તે પહોંચ્યા હતા.. પાણી માટેની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે કેપ્શનમાં લખ્યું કે


 गुजरात के सुरेंद्रनगर शहर के बीच में आजादी के 75 साल के बाद भी पीने के लिए पानी नहीं मिल रहा और भारत को विश्व गुरु बनाने का सपना दिखाया जा रहा है। आज प्रोटेस्ट करके विज्ञापन दिया। जनता ने विपक्ष को निर्बल बनाया जिसकी वजह से सरकार निर्लज हो गई। પાણી માટેની ઉગ્ર રજૂઆત કરવામા આવી છે... ત્યારે જોવું રહ્યું કે પાણીની સમસ્યા હલ થાય છે કે નહીં. કારણ કે પાણી મળવું એ પ્રાથમિક સુવિધાઓમાં આવે છે.. 

    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.