Surendranagar : પાણી મુદ્દે જગતનો તાત લડી લેવાના મૂડમાં! ખેડૂતોની સમસ્યા સાંભળી Raju Karpadaએ કહ્યું


  • Published By :
  • Published Date : 2023-12-25 14:32:10

સામેવાળા વ્યક્તિને માન આપીએ તો તે વ્યક્તિ ખુશ થઈ જતો હોય છે. અનેક એવા લોકો હશે જો તેમને પ્રેમથી બોલાવવામાં આવે, માન આપીને બોલાવવામાં આવે તો ગદગદ થઈ જતા હોય છે. આપણે માનીએ છીએ કે માન આપવાથી આપણું શું જાય છે? પરંતુ માત્ર માન આપવાથી સામે વાળા વ્યક્તિને પડતી સમસ્યાનો ઉકેલ નથી આવતો. આવું જ કંઈ ખેડૂતો સાથે થાય છે. આપણે ખેડૂતને જગતના તાત કહીએ છીએ પરંતુ તે જ જગતના તાતની હાલત પ્રતિદિન કફોડી બની રહી છે. માત્ર માન આપવાથી તેમની પરિસ્થિતિ નથી સુધરવાની. 

પાણી આપવા માટે ખેડૂતોએ કરી હતી ઉગ્ર રજૂઆત 

થોડા સમય પહેલા ડુંગળી પકવતા ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. નિકાસબંધીના વિરોધમાં તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તે ઉપરાંત પણ અનેક એવા મુદ્દાઓ છે જેને લઈ ખેડૂતોએ ભોગવવાનો વારો આવે છે. ગઈકાલે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ  સુરેન્દ્રનગરનાં વડધ્રા ગામે ખેડૂત મીટીંગ રાખી હતી. 20 થી વધુ ગામના ખેડૂતો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. થાનગઢ અને મૂળી તાલુકામાં સૌની યોજના મારફતે પહેલા પાણી આપવામાં આવ્યું ત્યાર બાદ ખેડૂતોએ રવિપાકની વાવણી કરી અને અચાનક વાલ બંધ કરી દેવામાં આવ્યો. 


જો વાલ નહીં ખોલવામાં આવે તો... 

ખેડૂતોની નજર સામે પાણીના અભાવે રવિપાક બળી જવાની તૈયારી પર છે. અને એ લોકોને કોઈ સહાય નથી. 18 તારીખે ખેડૂતો એ ઉગ્ર રજૂઆત કરી જેના કારણે વાલ ચાલુ થયા. ત્યારબાદ 4 કલાકમાં જ રાજકીય નેતાના ઇશારે વાલ બંધ કરી દેવામાં આવ્યા. વાલ બંધ થવાને કારણે ખેડૂતો હવે ખૂબ પરેશાન છે. ત્યારે હવે ખેડૂતોએ આ કાર્યક્રમમાં નિર્ણય લીધો છે કે આગામી 5 દિવસમાં સૌની યોજના અંતર્ગત મૂળી અને થાનગઢનો સ્કાવર વાલ ખોલી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં નહિ આવે તો ભાજપ નેતાઓ ની ગામડામાં પ્રવેશ બંધીના પોસ્ટર લગાવી દેવામાં આવશે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.