સુશીલ મોદીએ સમલૈંગિક લગ્નોને મુદ્દે ઉઠાવ્યા સવાલ, સંસદમાં કહ્યું, 'બે ન્યાયાધીશ લગ્નનો નિર્ણય ન કરી શકે'


  • Published By :
  • Published Date : 2022-12-19 21:48:12

ભાજપના રાજ્ય સભા સાંસદ સુશીલ કુમાર મોદીએ સોમવારે જણાવ્યું કે દેશમાં સમલૈંગિક લગ્નોનો મુદ્દો પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે સમલૈંગિક લગ્નો અંગે માત્ર કોર્ટ જ નિર્ણય કરી નથી લઈ શકતી. જો કે તે અંગે સંસદ અને સમાજમાં ચર્ચાની  જરૂર છે.  


શું કહ્યું સુશીલ કુમાર મોદીએ?


બિહારના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કહ્યું બે ન્યાયાધીશ આ પ્રકારના સામાજીક મુદ્દાઓ અંગે નિર્ણય ન લઈ શકે. તેમણે કહ્યું કે આ આપણી સંસ્કૃતિ અને લોકાચારથી વિરૂધ્ધ છે, તેમણે કેન્દ્ર સરકાર સામે માગ કરી કે તેમણે આ મુદ્દો કોર્ટમાં મજબુતીથી ઉઠાવવો જોઈએ. તેમણે સમલૈંગિક લગ્નનો વિરોધ કરતા કહ્યું કે સમલૈંગિક વિવાહ દેશના વ્યક્તિગત કાયદાના નાજુક સમતોલનના વિનાસનું કારણ બનશે. પરિવાર, બાળકો અને તેમના ઉછેર જેવા મુદ્દા વિવાહની સંસ્થા સાથે સંબંધીત છે. જેમ કે દત્તક લેવું, ઘરેલું હિંસા, તલાક અને વૈવાહિક ઘરમાં રહેવા રહેવા માટે પત્નીનો અધિકાર છે. તેમણે જાપાનનું દ્રષ્ટાંત આપ્યું કે જાપાન  G7 ગ્રુપનો એકમાત્ર એશિયન દેશ છે. તેમ છતાં પણ તે દેશે સમલૈંગિક વિવાહનો વિરોધ  કર્યો છે. એશિયામાં તાઈવાન એકમાત્ર દેશ છે જેણે સમલૈંગિક વિવાહોને માન્યતા આપી છે. આપણા દેશમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે એક જૈવિક પુરૂષ અને મહિલા વચ્ચે સંબંધ છે જે દેશના સદીઓ જુના સાંસ્કૃતિક અને સામાજિક મુલ્યો, રીતિ રિવાજો અને પરંપરાઓમાં તેના મહત્વને દર્શાવે છે. હિંદુ ધર્મ હોય કે મુસ્લિમ પર્સનલ લો જેવા કોઈ પણ વ્યક્તિગત વિવાહમાં સમલૈંગિક વિવાહને માન્યતા આપવામાં આવી કે સ્વિકારવામાં આવ્યા નથી. તેમણે ન્યાયતંત્રને પણ કહ્યું કે તેણે કોઈ પણ એવો નિર્ણય ન લેવો જોઈએ જે દેશની સંસ્કૃતિ, લોકાચાર અને માન્યતાની વિરૂધ્ધ હોય.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે