કાળજાળ ગરમીમાં VMCનું લાલબાગ સ્વિમિંગ પુલનું મેન્ટેનન્સ શરૂ !


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 15:09:56

વડોદરામાં ભર ઉનાળે કોર્પોરેશનના સત્તાધિશોએ લાલબાગ સ્વિમિંગ પુલનું મેન્ટેનન્સ શરૂ કરતા તરવયાઓમાં રોષ જોવા મળ્યો. હાલમાં ગુજરાત બોર્ડ અને સેન્ટ્ર બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં     મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્વિમિંગ માટે આવતા હોય છે અને સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતમાં લોકો સ્વિમિંગ માટે જતાં હોય છે ત્યારે ભર ઉનાળે સ્વિમિંગ પૂલમાં કામગીરી શરૂ કરતાં લોકો રોષે ભરાયા.

 



લાલ બાગ સ્વિમિંગ પૂલનું મેન્ટેનન્સ શરૂ કરાતા સ્વિમરોને અન્ય સ્વિમિંગપુલનો સહારો લેવો પડે છે. સ્વીમરોએ ફરિયાદ કરી કે સ્વિમિંગ પૂલમાં લાંબા સમય સુધી મેન્ટેન્સ કામગીરી ચાલતી હોય છે. અને તેના કારણે તેમને દર વર્ષે પાંચ થી સાત કિલોમીટર દૂર સ્વિમિંગ કરવા માટે જવું પડે છે.  સ્વિમિંગ પૂલમાં 345 લાઈફ મેમ્બર, દસ વર્ષની મેમ્બરશીપવાળા 200 થી વધુ લોકો છે. સ્વિમિંગ પુલના સંચાલકોએ કહ્યું કે આગામી સપ્તાહમાં લાલ બાગ સ્વિમિંગ પુલ શરુ થઈ જશે તેવું આશ્વાસન લોકોને આપ્યું છે 


કોર્પોરેશનના અધિકારીઓએ ખુલાસો કર્યો કે વડોદરાનો લાલબાગ સ્વિમિંગ પૂલ 1974માં બનાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ઉનાળો શરૂ થાય તે પૂર્વે કોર્પોરેશન સ્વિમિંગ પૂલોનું એન્યુઅલ મેન્ટેનન્સનું કામ પૂર્ણ કરે છે. આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લાલબાગ સ્વિમિંગ પુલનું કામ હાથ પર લેવાનું હતું, પરંતુ તરવૈયાઓએ ચાલુ રાખવાનું કહેતા 1 ફેબ્રુઆરીથી મેન્ટેનન્સની કામગીરી ચાલુ કરાવી હતી. જેમાં ફિલ્ટરની સફાઈ, ક્લોરીનેશનની ટેકનિકલ કામગીરી, હોજની સફાઈ કરવામાં આવી હતી. પ્રતિવર્ષ ઉનાળાના પ્રારંભે સૌથી વધુ મેમ્બરોનો ઘસારો રહેતો હોય છે. સભ્યોના ઘસારાને ધ્યાનમાં રાખીને સ્વિમિંગ માટે શિફ્ટ ગોઠવવામાં આવે છે. ત્યારે હાલમાં મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોય તરવૈયા અને શિખાઉ સભ્યો માટે કારેલીબાગ અને વાઘોડિયા રોડ સ્થિત રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સ્વિમિંગ પૂલમાં મેન્ટેનન્સને પગલે સભ્યોએ પાલિકાના સત્તાધીશો સમક્ષ રોષ ઠાલવ્યો હતો.







ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે