સિવિલમાં 122 દિવસ પછી સ્વાઇનફ્લુ અને કોરોના વોર્ડ ખાલી !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 13:36:21


છેલ્લા કેટલાક મહિનાઓથી સિવિલ હોસ્પિટલમાં સ્વાઇનફ્લુ અને કોરોનાના કેસ ધીમે ધીમે ઘટતાં જઈ રહ્યા છે. તેમ છતાં સામાન્યથી લઇને મધ્યમ લક્ષણો સાથે કોરોનાના બેથી ત્રણ અને સ્વાઈન ફલૂના 1થી 2 દર્દી દાખલ રહેતાં હતા. પરંતુ, રવિવારે સિવિલમાં 286 દિવસ પછી સ્વાઈન ફલૂ અને 122 દિવસ પછી કોરોનાનો એકપણ દર્દી દાખલ નથી.




સિવિલ હોસ્પિટલ સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ  જણાવ્યું કે  વરસાદી માહોલને કારણે બે મહિના પહેલા હોસ્પિટલમાં કોવિડ અને સ્વાઇન ફ્લૂના દર્દીની સંખ્યામાં વધઘટ થતી હતી. કયારેક સ્વાઈન ફલૂ તો કયારેક કોવિડના દર્દી વધુ નોંધાતા હતા. મોટાભાગના દર્દીમાં સામાન્યથી મધ્યમ લક્ષણો જ્યારે વિવિધ રોગથી પીડાતા મોટી ઉંમરના દર્દીને ઓક્સિજનથી લઇને બાયપેપ પર રાખવાની જરૂર પડતી હતી. પરંતુ, છેલ્લાં દોઢ મહિનાથી સ્વાઈન ફલૂ અને કોવિડ બંને રોગના દર્દીનો આંકડો ઘટીને 10ની આજુબાજુ પહોંચ્યો હતો. જેમાં ક્રમશ ઘટાડો થઇને હવે રવિવારે એકપણ દર્દી દાખલ રહ્યો નથી. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. જ્યારે 21 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ જાહેર કરાયા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે