આતુરતાનો આવ્યો અંત, આજે રાજ્યના 2697 કેન્દ્રો પર 8 લાખથી વધુ ઉમેદવારો આપશે તલાટીની પરીક્ષા


  • Published By :
  • Published Date : 2023-05-07 15:10:42

ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે પંચાયત સેવા વર્ગ-3ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજ્યના 17.10 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જે પૈકીના 8,64,400 ઉમેદવારો આજે પરીક્ષા આપશે. રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ 30 જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ 2697  પરીક્ષા કેન્દ્રોના 28,814 વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપશે. રાજ્યમાં કુલ 3437 તલાટીઓની ભરતી માટે આ પરીક્ષા આયોજીત કરવામાં આવી છે. આ પરીક્ષા આજે બપોરે 12.30થી 1.30 દરમિયાન યોજાવાની છે. પરીક્ષાના બે કલાક પહેલાથી પ્રવેશ આપવાની શરુઆત કરી દેવામાં આવી છે.


ગેરરીતિ રોકવા માટે ચુસ્ત બંદોબસ્ત


તલાટીની પરીક્ષા કોઈ પણ પ્રકારની ગેરરીતિની ઘટનાને રોકવા માટે ખાસ પગલાં ભરવામાં આવ્યા છે, ગેરરીતિની માહિતી મળે તો તેની જાણ કરવા માટે હેલ્પલાઈન નંબરોની પણ જાહેરાત કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો CCTV કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે આ સાથે જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ લેનાર તમામ ઉમેદવારોની વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે.તે ઉપરાંત ઈલેક્ટ્રિક સાધનો, સ્માર્ટ વોચ, ઈયર ફોન વગેરેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  


પરીક્ષા માટે તૈનાત કર્મચારીઓ માટે ખાસ SOP


તલાટીની પરીક્ષા માટે ફરજ પર તૈનાત કર્મચારીઓ માટે પણ ખાસ SOP તૈયાર કરવામાં આવી છે. જે મુજબ તેમણે ત્રણ કલાક પહેલાં મોબાઇલ, ગેજેટ જમા કરાવવા પડશે. પરીક્ષા અધિકારીઓએ તેમના ઇલેક્ટ્રિક ગેજેટ પરીક્ષાના ત્રણ કલાક પહેલાં જમા કરાવવાના રહેશે. પરીક્ષા પૂરી થયા બાદ પરીક્ષાનું તમામ મટીરિયલ સીલ પેક મોકલી દેવાયા બાદ જ કેન્દ્ર સંચાલક પાસેથી તેઓ પોતાના મોબાઇલ, ગેજેટ લઈ શકશે. પરીક્ષામાં પોલીસ અધિકારીઓને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવા જણાવાયું છે. પરંતુ જો કેમેરા પૂરતા ન હોય તો એવા કેમેરાનો જ ઉપયોગ થઇ શકશે કે જેની મેમરી ઇનબિલ્ટ હોય. એટલે કે તેની મેમરી કોઇ પણ રીતે બદલી શકાય તેમ ન હોવી જોઇએ.


ઉમેદવારો માટે સ્પેશિયલ બસ અને ટ્રેનની વ્યવસ્થા 


ગુજરાતમાં આજે યોજાનારી તલાટીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે બસ, રેલવે સહિતની સ્પેશિયલ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. રાજ્યક્ષભરમાં 488 બસ એસટી બસો તથા વધારાની 200 બસો દોડાવવામાં આવી છે. આ ઉપરાંત 7થી વધુ સ્પેશિયલ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિકલાંગ ઉમેદવારોને ધ્યાનમાં રાખીને જિલ્લામાં જ કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જેથી કરીને તેમને પરીક્ષા કેન્દ્રો પર આવવાનું અને ત્યાંથી પરત ફરવાનું અનુકૂળ રહી શકે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.