Gujaratના હવામાનમાં આવેલા પલટાની વાત તો કરી પરંતુ પ્રદૂષણ પર ચર્ચા ક્યારે થશે? શું પ્રચાર દરમિયાન આપણને પ્રદૂષણ શબ્દ સાંભળવા મળ્યો?


  • Published By :
  • Published Date : 2024-05-14 14:01:12

લોકસભા ઈલેક્શન માટે મતદાન ચાલી રહ્યું છે... ચાર તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે જ્યારે ત્રણ તબક્કા માટે મતદાન થવાનું બાકી છે... ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક એવા મુદ્દાઓ છે જે અંગે ચર્ચા થઈ, વિવાદ ઉભો થયો વગેરે વગેરે.. ચૂંટણી પ્રચારમાં કયા મુદ્દાઓ ઉઠ્યા તે આપણે જાણીએ છીએ પરંતુ એવા મુદ્દાઓ ક્યારે ઉઠશે જેની સીધી અસર સામાન્ય માણસો પર થતી હોય છે.. અમે અહીંયા મોંઘવારી, બેરોજગારી કે ભ્રષ્ટાચારની વાત નથી કરી રહ્યા.. અમે વાત કરી રહ્યા છીએ પ્રદૂષણની... 

પ્રદૂષણને અટકાવવા માટે લેવા પડશે જરૂરી પગલા

આપણે આગળ વધવાના ચક્કરમાં પ્રકૃતિને એટલું નુકસાન પહોંચાડી રહ્યા છીએ જેની કલ્પના આપણે ના કરી શકીએ... વાતાવરણ એટલું અનિયંત્રિત થઈ ગયું છે કે વરસાદ ક્યારે આવશે તેની ખબર નથી પડતી... શિયાળો હોય તો પણ વરસાદ આવી રહ્યો છે, ઉનાળો હોય તો પણ વરસાદ આવી રહ્યો છે.. વાતાવરણની આપણે દરકાર નથી કરી રહ્યા. પ્રકૃતિનું જતન આપણે કરવું પડશે... પ્રદૂષણને અટકાવવા માટે જરૂરી પગલા લેવા પડશે કારણ કે પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે..


રાજ્યના અનેક ભાગો માટે કરવામાં આવી કમોસમી વરસાદની આગાહી

પ્રદૂષણ એક મોટી સમસ્યા બની રહી છે.. રાજનેતાઓ દ્વારા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે પરંતુ આવા મુદ્દાઓ નથી ઉઠાવવામાં આવતા.. પ્રદૂષણ ઘટાડવા માટે પ્રયત્નો કરવા પડશે. એ રાજનેતા હોય કે પછી આપણે હોઈએ.. વાતાવરણમાં વધી રહેલા પ્રદૂષણને ઘટાડવા માટે આપણે આપણી ફરજ નિભાવવી જોઈએ.. બને તેટલા વધારે વૃક્ષોનું રોપણ કરીએ અને પ્રકૃતિનું રક્ષણ કરવા માટે એક ડગલું આગળ વધીએ... મોટા મોટા મુદ્દાઓ અસર કરે છે પરંતુ આવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવી પડશે.. વાતાવરણમાં એવો પલટો આવી રહ્યો છે.. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે...    


"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.