Tamil Nadu Train Incident: મદુરાઈ ટ્રેનના પ્રાઇવેટ કોચમાં લાગી આગ, આટલી જીંદગી જીવતી હોમાઈ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-26 12:15:08

થોડા સમય પહેલા ઓડિશાના બાલાસોરમાં એક રેલ્વે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં અનેક ટ્રેનો એકસાથે અથડાતા અનેક લોકોના મોત થયા છે. ત્યારે વધુ એક રેલવે દુર્ઘટના તમિલનાડુમાં બની છે. મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનના ખાનગી કોચમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 10 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે 50 જેટલા લોકો આ ઘટનામાં દાઝી ગયા છે. આ અંગે મળતી માહિતી અનુસાર જે કોચમાં આ દુર્ઘટના સર્જાઈ છે ત્યાં પ્રાઈવેટ પાર્ટી કોચમાં આગ લાગી છે.  

આ દુર્ઘટનામાં અનેક જીંદગી જીવતી હોમાઈ 

તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે એક રેલવે દુર્ઘટના સર્જાઈ છે. શનિવારે વહેલી સવારે લાગેલી આ આગમાં યુપીના 10 જેટલા લોકોના મોત થઈ ગયા છે. જે ટ્રેનમાં આ દર્ઘટના સર્જાઈ છે તે ટ્રેન લખનૌથી રામેશ્વર જઈ રહી હતી. ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં આગ લાગી અને આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન મદુરાઈ સ્ટેશન નજીક પહોંચી હતી. ટ્રેનના કોચમાં ભયંકર આગ લાગી. આ દુર્ઘટનામાં અનેક જીંદગી જીવતી હોમાઈ ગઈ જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 



સવારે 5 વાગ્યની આસપાસ બની દુર્ઘટના 

આગની અસર બીજા ડબ્બાઓ પર પણ પડી હતી. કોચમાં ભીષણ આગ લાગવાને કારણે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબુ મેળવવા માટે અનેક  ફાયર ફાયટરોની મદદ લેવામાં આવી હતી. આ દુર્ઘટના 5.15 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી. 5.45 વાગ્યાની આસપાસ ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર ટ્રેનના કોચમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લઈ જવામાં આવ્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે