તમિલનાડુમાં ભગવા પોશાકમાં આંબેડકરના પોસ્ટર લગાવતા થઈ બબાલ, એકની ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-12-06 22:05:42

તમિલનાડુંના એક દક્ષિણ પંથી સંગઠન હિંદુ મુન્નાનીએ ડો. બી.આર.આંબેડકરની પુર્ણ્યતિથિ પર બંધારણના રચયિતા આંબેડકરને ભગવા રંગના પોશાકમાં બતાવતા વિવાદ સર્જાયો હતો. આ પોસ્ટરો તમિલનાડુંના તંજાવુર જિલ્લામાં વિવિધ સ્થળો પર લગાવવામાં આવ્યા હતા. પોસ્ટરોમાં બાબા સાહેબ આંબેડકરને ભગવા કમીજ અને માથા પર તિલક લગાવતા બતાવ્યા છે. તે સાથે જ પોસ્ટરોમાં 'ચલો ભગવા નેતાનું મહિમામંડન કરવા' આ ટેગલાઈન પણ આપવામાં આવી છે.


પોલીસે એક વ્યક્તીની કરી ધરપકડ


આ મુદ્દે વિવાદ વધતા તમિલનાડુંના જ એક અન્ય હિંદુ સંગઠન ઈંદુ મક્કલ કાચીના સ્થાપક અર્જુન સંપતે સવાલ કર્યો કે આંબેડકર એક હિંદુ નેતા છે. જો પોસ્ટરોમાં તેમને હિંદુ પોશાકમાં બતાવવામાં આવ્યા હોય તો તેને લઈ વિવાદ થવો જોઈએ નહીં.  જો કે વિદુથલાઈ ચિરૂથિગાલ કાચી (VCK)ના સ્થાનિક નેતાઓએ આ પોસ્ટરોને લઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે.  ફરિયાદના આધારે કુંભકોણમ પોલીસે ગુરૂમૂર્તિ નામના એક હિંદુ મુન્નાનીના એક પદાધિકારીની ધરપકડ કરી હતી.



ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોની ચર્ચા થઈ રહી છે.. આપ સાંસદ સ્વાતી માલીવાલે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી છે. સીએમના સત્તાવાર નિવાસસ્થાન પર વિભવ કુમાર દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેમણે ગોકળગાયની ગતિએ ચાલતા નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી અંગે વાત કરી હતી.. પત્રમાં તેમણે જણાવ્યું કે જો એક મહિનાની અંદર જો આ કામગીરી પૂર્ણ નહીં થાય તો પરિસ્થિતિ ગત વર્ષ જેવી થશે..મુખ્યમંત્રી દ્વારા એક્શન લેવામાં આવે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે.