ટાટા-એરબસ વચ્ચે થઈ ડીલ, સંયુક્ત રીતે વડોદરામાં બનાવશે H125 હેલિકોપ્ટર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-26 19:27:52

ફ્રાન્સની કંપની એરબસ અને ટાટાએ સંયુક્ત રીતે હેલિકોપ્ટર (Airbus Tata Helicopter) બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો ભાગ બનવા માટે ભારતની મુલાકાતે છે. બંને કંપનીઓએ ઈમેન્યુઅલ મેક્રોની મુલાકાત દરમિયાન આ કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ટાટા અને ફ્રેન્ચ કંપની એરબસ H125 હેલિકોપ્ટર બનાવવા માટે સાથે મળીને કામ કરશે. તેનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં થશે. એરબસ અને ટાટા ગ્રૂપે સંયુક્ત રીતે H125 સિંગલ એન્જિન હેલિકોપ્ટર બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને કંપનીઓ વડોદરા ફેસિલિટી ખાતે ઓછામાં ઓછા 40 C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું પણ ઉત્પાદન કરશે. તેની દેખરેખ ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવશે.


કોમર્શિયલ યુઝ માટે કરવામાં આવશે બાંધકામ 


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હેલિકોપ્ટર કોમર્શિયલ ઉપયોગ માટે બનાવવામાં આવશે. ટાટા ગ્રુપની ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કંપની (TASL) આ હેલિકોપ્ટર માટે એસેમ્બલી લાઇન મેનેજ કરશે. ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા સૂત્રોએ મીડિયાને જણાવ્યું કે રસ ધરાવતા ખરીદદારો તરફથી બજારમાં 600 થી 800 હેલિકોપ્ટરની માંગ પહેલેથી જ છે. આ હેલિકોપ્ટરનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં થશે. ટાટા અને એરબસ પહેલેથી જ સંયુક્ત રીતે અહીં 40 C295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન કરી રહ્યાં છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે