Tata Tech: ટાટા ટેકનોલોજીસના શેરોનું કાલે થશે ધમાકેદાર લિસ્ટિંગ, રોકાણકારોના પૈસા થઈ શકે છે ડબલ


  • Published By :
  • Published Date : 2023-11-29 20:05:43

ટાટા ટેકનોલોજીસ (Tata Technologies Share) ના શેરોની ફાળવણી થઈ ગઈ છે અને આ સ્ટોક આવતીકાલે 30 નવેમ્બર, 2023ના રોજ  NSE અને BSEમાં લિસ્ટ થશે. આ IPO ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હોવાથી, આજે (29 નવેમ્બર 2023) ટાટા મોટર્સના શેરો પણ આનંદથી ઉછળ્યા હતા. ટાટા મોટર્સ (Tata Motors Share)નો શેર આજે NSE પર 2.13 ટકાના વધારા સાથે રૂ. 712.35 પર બંધ રહ્યો હતો. આ શેરને 700ની ઉપર બંધ થવામાં 12 વર્ષ લાગ્યા હતા. ઘણા વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ટાટા ટેક્નોલોજીના શેરનું વેલ્યૂએશન ખૂબ આકર્ષક છે. ટાટા ટેકનોલોજીસનો 3,042.51 કરોડ રૂપિયાનો IPO 22-24 નવેમ્બર દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. તેને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને IPO 69.43 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. ઉલ્લેખનિય છે કે  ટાટા ગ્રુપની કંપનીનો છેલ્લો IPO વર્ષ 2004માં આવ્યો હતો. લિસ્ટેડ થનારી કંપની TCS (ટાટા કન્સલ્ટન્સી સર્વિસ) હતી. હવે 19 વર્ષ બાદ જ્યારે ટાટાની બીજી કંપનીનો IPO આવ્યો છે ત્યારે રોકાણકારોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. 


ગ્રે માર્કેટમાં જંગી પ્રીમિયમ


ટાટા ટેકના શેરોને ગ્રે માર્કેટમાં જબરદસ્ત પ્રીમિયમ મળી રહ્યું છે.  ગ્રે માર્કેટ તરફથી મળેલા સંકેતો અનુસાર ટાટા ટેકનોલોજીસના શેર 80 થી 82 ટકાના પ્રીમિયમ પર શેરબજારમાં લિસ્ટિંગ થઈ શકે છે. લિસ્ટિંગના એક દિવસ પહેલા તે 389-399 રૂપિયાની વચ્ચે હતો. તેના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે શેરનું લિસ્ટિંગ 889-899ની આસપાસ થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે ટાટા ટેકના આ શેરની ઈશ્યુ પ્રાઇસ 500 રૂપિયા હતી, એટલે કે જેમને IPOમાં શેર ફાળવવામાં આવ્યા હતા તેમને 500 રૂપિયાના ભાવે શેર મળ્યા હતા. ગ્રે માર્કેટમાં ટાટા ટેકના IPOનો સૌથી ઓછો ભાવ 240 રૂપિયા અને મહત્તમ 414 રૂપિયા પ્રતિ શેર રહ્યો હતો.ગ્રે માર્કેટની કિંમત અનધિકૃત છે. માર્કેટમાં લિસ્ટ થતા પહેલા, ગ્રે માર્કેટમાં શેરની ખરીદી અને વેચાણ કરવામાં આવે છે. સામાન્ય રીતે, રોકાણકારો IPOના લિસ્ટિંગ રેટ જાણવા માટે ગ્રે માર્કેટ પ્રાઈસ ટ્રેક કરે છે. શેર બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, "ટાટા ટેકના શેર પહેલા જ દિવસે રોકાણકારોના નાણાં બમણા કરે તેવી સંભાવનાઓ છે." નવેમ્બરના ઓટો વેચાણના આંકડાઓ પહેલા ટાટા મોટર્સના શેર પણ ફોકસમાં હતા. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે