નબીરા તથ્ય પટેલે કોર્ટમાં કરી અરજી, ઘરના ભોજન, પરિવાર સાથે મુલાકાત અને શિક્ષણ સહિતની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-08-07 22:20:12

અમદાવાદના ઇસ્કોન ઓવર બ્રિજ પર બેફામ રીતે જેગુઆર કાર ચલાવી 9 નિર્દોષ લોકોને કચડી નાખનારો નબીરો તથ્ય પટેલ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. તથ્ય પટેલે કોર્ટ સમક્ષ એક મહત્વની અરજી કરી હતી. આ અરજીમાં તેણે પોતાના જેલવાસમાં શિક્ષણ માટેની વ્યવસ્થા કરી આપવા તેમ જ ઘરેથી ભોજન આપવા માટે માગણી કરી હતી. કોલેજમાં ગુલ્લી મારનાર તથ્યને હવે અભ્યાસ યાદ આવતા આશ્ચર્ય થયું છે. તેણે જેલમાં સગા સબંધીઓને મળવા માટે વધુ સમયની પણ માગ કરતી ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે. જેને લઈ ગ્રામ્ય કોર્ટે જેલ ઓથોરિટીને જેલ મેન્યુઅલ અને માર્ગદર્શિકા મુજબ જ કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. આ કેસની આગામી 9 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.


તથ્ય પટેલે શું માગ કરી?


તથ્ય પટેલે આજની સુનાવણીમાં કોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેણે વિવિધ માગણીઓ કરી હતી, તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તરફથી કેટલીક માગણીઓ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી, જે મુજબ તેમણે કેસને લગતા જરૂરી ડોક્યુમેન્ટની માગ, આ કેસમાં લેવાયેલા 164નાં નિવેદનની કોપી, બાઇકચાલકે ઉતારેલો વીડિયો અને સીસીટીવીના ફુટેજની માગ, ઘરનું ટિફિન જેલમાં મળે એવી માગ ઉપરાંત સૌથી મહત્ત્વની માગ તથ્ય 20 વર્ષનો હોવાથી તેણે ડિસ્ટન્સ લર્નિંગ માટે પરમિશનની માગ કરી હતી. ઉપરાંત આરોપીઓને સાથે પરિવારના સભ્યો જેલમાં અઠવાડિયામાં એક જ મુલાકાત કરવાની પરમિશન હોય છે, જેને વધારવાની માગ કરવામાં આવી હતી. તથ્ય પટેલ તરફથી હવે વકીલ નિસાર વૈદ્ય કેસ લડી રહ્યા નથી. તેની જગ્યાએ તિસ્તા સેતલવાડના વકીલ સોમનાથ વત્સ આ કેસમાં હાજર થયા હતા. 

 

આઈ વિઝન ટેસ્ટનો રિપોર્ટ આવ્યો 


ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કારથી હંકારી અકસ્માત સર્જી 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલની આંખોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તથ્ય પટેલની આંખની વિઝનને લઈ કોઈ ખામી હતી કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી છે અને આ અંગે રિપોર્ટ પણ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેની આંખની દ્રષ્ટિ એટલે કે વિઝનમાં કોઈ જ ખામી કે તકલીફ ન હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. તથ્ય પટેલનો આઈ વિઝન ટેસ્ટનો ચાર્જશીટમાં સમાવેશ કરાયો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે