તથ્ય અને પ્રજ્ઞેશ પટેલની મુશ્કેલી વધી, પુત્રનું લાયસન્સ આજીવન સસ્પેન્ડ, પિતાની જામીન અરજી થઈ નામંજૂર


  • Published By :
  • Published Date : 2023-08-09 19:50:44

અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર બેફામ જેગુઆર કાર હંકારી 9 લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલ અને તેના પિતા  પ્રજ્ઞેશ પટેલને મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદ RTOએ તથ્ય પટેલ સામે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ સાબરમતી RTO દ્વારા તથ્ય પટેલનું લાયસન્સ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તે જ પ્રકારે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે તથ્ય પટેલેના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર કરી છે.


અમદાવાદ RTOએ કરી આકરી કાર્યવાહી 


તથ્ય પટેલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ સાબરમતી RTO દ્વારા તથ્ય પટેલનું લાયસન્સ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. હવે તથ્ય પટેલ આજીવન ગાડી ચલાવી નહીં શકે. ટ્રાફિક પોલીસની ભલામણના આધારે RTO દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને અડફેટે લઈ 9 લોકોનો ભોગ લેનારા તથ્ય પટેલની આંખોમાં કોઈ ખામી ન હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. તથ્ય પટેલનો આઈ વિઝન ટેસ્ટનો ચાર્જશીટમાં સમાવેશ કરાયો છે.


જામીન અરજી નામંજૂર


પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજૂર થઈ છે. બંને પક્ષે દલીલો ગત સુનાવણીમાં પૂર્ણ થઈ હતી. સરકારી વકીલે ધારદાર દલીલ કરતા કહ્યું હતું કે જામીન મળશે તો સાક્ષીઓને હાની પહોંચવાની શકયતા છે. પ્રજ્ઞેશ પટેલ પર અન્ય ગુનાઓ પણ હોવાથી જામીન ના આપવા દલીલ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રજ્ઞેશ પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે નવેમ્બર 2020માં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે