તથ્ય પટેલ સામે ત્રીજી FIR નોંધાઈ, ગત 31 ડિસેમ્બરે વાંસજડા ગામના મંદિરમાં કાર ઘુસાડી હતી


  • Published By :
  • Published Date : 2023-07-26 17:43:25

અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર પુરપાટ ગાડી ચલાવી 10 નિર્દોશ લોકોનો જીવ લેનારા તથ્ય પટેલની મુશ્કેલી વધી રહી છે. નબીરા તથ્ય પટેલ સામે ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમા વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આમ અકસ્માતના અલગ- અલગ કેસમાં તથ્ય પટેલ સામે અત્યાર સુધીમાં 3 FIR નોંધાઈ ચુકી છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપી તથ્ય પટેલે જેગુઆર કાર ગાંધીનગરના એક મંદિરમાં ઘૂસાડી દીધી હતી. થર્ટી ફર્સ્ટની પાર્ટી બાદ તથ્ય પટેલે આ અકસ્માત સર્જ્યો હતો.  


સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ


ગાંધીનગરનાં સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સાંતેજ પોલીસ હદમાં આવતા વાંસજડા ગામ પાસે સાણંદ જવાના મેઇન રોડ ઉપર આવેલ બળિયા દેવના મંદીરમાં જેગુઆર કાર ઘૂસાડી હતી. વાંસજડા ગામના પૂર્વ સરપંચે આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, 1લી જાન્યુઆરી 2023ના રોજ 3થી 5 વાગ્યાના અરસામાં એક કાર ચાલકે ગામના ભાગોળે મેઈન રોડ પર સાણંદ તરફ જતા બળીયાદેવ મંદિરના આગળના સાઈડના પિલ્લરને નુકસાન કર્યું હતું, જેથી મંદિરના ધાબાનો ભાગ નમી ગયો હતો અને મંદિરને રૂ.20,000નું નુકસાન કર્યું હતું. તાજેતરમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતને લઈ સમાચાર પત્રોમાં વાંચતા જાણવા મળ્યું કે આ કારચાલક તથ્ય પટેલ હતો.


સિંધુભવન રૉડ પરઅકસ્માત સર્જ્યો હતો 


ઇસ્કોન કાંડ પહેલા જ તથ્ય પટેલે થોડા દિવસ પહેલા એક મોટો અકસ્માત સર્જ્યો હતો, જેમાં તે થાર ગાડી હંકારી રહ્યો હતો અને આ દરમિયાન તેને સિંધુભવન રૉડ પર આવેલા ના મોવ કાફેમાં કાર ઘૂસાડી દીધી હતી. આ ઘટના 3જી જુલાઇએ બની હતી, આના CCTV ફૂટેજ અને વીડિયો પણ સામે આવ્યા છે. આ મામલે પણ પોલીસે હવે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં પણ મોડી રાત્રે તથ્ય પટેલ કાર બેદરકારી ભરી રીતે હંકારીને દિવાલમાં ઘુસાડી દીધી હતી.  તેણે કેફે માલિકને પૈસા આપીને કેસને રફેદફે કરાવી દેતા FIR નોંધાઈ નહોતી, જોકે ઈસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી.



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.