Tatya Patel અકસ્માતમાં આપણેએ સગીરને તો ભૂલી ગયા જેણે થાર ઠોકી હતી! સગીરે Police સમક્ષ કર્યા આ મોટા ખુલાસા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-09 15:40:58

અમદાવાદમાં થયેલા અકસ્માતમાં દરેક જગ્યા પર તથ્ય પટેલની વાતો થઈ રહી છે. તથ્ય પટેલના અપડેટ અનેક વખત આપવામાં આવી છે ત્યારે આજે તથ્ય પટેલના અકસ્માતને લઈ વાત નથી કરવી પરંતુ એ થાર ગાડીવાળાની કરવી છે. તથ્ય પેટલ દ્વારા જે અકસ્માત સર્જાયો તેમાં 10 નિર્દોષ લોકોના જીવ જતા રહ્યા હતા એટલે તેની ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ આ બધામાં આપણે થાર ગાડીના અકસ્માત, ગાડી ચલાવનાર સગીરને તો ભૂલી ગયા. અકસ્માત પહેલા થારનો સર્જાયો હતો જેને લઈ લોકો ઉભા હતા ત્યારે તથ્ય પટેલની ગાડી આવી અને લોકોને ઉડાવી લઈ ગઈ.  

થારને ચલાવનાર ચાલક હતો માત્ર 15 વર્ષનો 

અમદાવાદ શહેરમાં 19 જુલાઈની મોડી રાત્રે ઈસ્કોન ફ્લાયઓવર પર તથ્ય પટેલ નામના નબીરાએ 140 કરતાં વધુ ઝડપે કાર ચલાવી અને 10 લોકોને ઉડાવીને જતો રહ્યો. તથ્ય પટેલનો અકસ્માત સર્જાયો તેના થોડા સમય પહેલાં જ ડમ્પર પાછળ એક થાર અથડાઈ હતી. આ અકસ્માતમાં મદદ માટે આવેલા લોકો ત્યાં ઊભા હતા અને એ જ સમયે તથ્યએ પૂરપાટ ઝડપે જેગુઆર કાર લોકોનાં ટોળાં પર ચડાવી દીધી હતી, પરંતુ સૌને હજુ પણ એક જ સવાલ સતાવી રહ્યો હતો કે તથ્યએ કરેલા અકસ્માત પહેલાં જે થાર અથડાઈ તે કોણ ચલાવી રહ્યું હતું? થારના અકસ્માત સમયે શું થયું હતું? ડમ્પર પાછળ થાર અથડાવનાર એક સગીર હતો.


પોલીસ સામે સગીરે કબૂલ્યો પોતાનો ગુન્હો!

એક મીડિયા અહેવાલ મુજબ જ્યારે તે સગીરે પોલીસ સામે નિવેદન આપ્યું ત્યારે કબૂલ્યું કે તેની ઉંમર 15 વર્ષ છે અને હું કર્ણાવતી કલબ પાછળ માતા-પિતા સાથે રહું છું. મારા પિતા સાથે ખેતીકામ કરું છું. આ અગાઉ હું જોધપુર રોડ ખાતે આવેલી એક સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો, પરંતુ હું ધોરણ 9માં નપાસ થયો અને મેં ભણવાનું છોડી દીધું છે અને હાલમાં મારા પિતાજીને ખેતીકામમાં મદદ કરું છું. અમારી પાસે એક મહિન્દ્રા થાર ગાડી છે, જે ગાડી મારા પિતાના નામે ખરીદી છે અને એ ગાડીનું મારા પિતા પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવાથી મારા પિતા ચલાવે છે. 


આગળ સગીરે કહ્યું કે, મેં ડ્રાઇવિંગ લાઇસન્સ લીધેલું નથી કે લાઇસન્સ કઢાવવાની તજવીજ કરી નથી.એ રાત્રે આઠેક વાગ્યે હું તથા મારા ઘરના તમામ સભ્યો, મારાં બહેન-બનેવી આવ્યાં હોવાથી તેમની સાથે શાંતિપુરા સર્કલ પાસે આવેલી હોટલમાં અમારી ગાડી લઇને જમવા માટે ગયા હતા. એ વખતે ગાડી મારા બનેવી ચલાવી રહ્યા હતા અને રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ ઘરે પાછા આવી ગયા હતા, ગાડી બહાર મૂકી અમે ઘરમાં ગયા હતા. જ્યારે હું એકાદ કલાક ઘરમાં બેસી બહાર નીકળ્યો હતો અને મારા પિતાને પૂછ્યા વગર ગાડીની ચાવી લીધી અને ગાડી લઈ બહાર નીકળ્યો હતો. અને પછી કર્ણાવતી કલબ પાસે બ્રિજ ઉતરતા કાર એક કન્ટેનર સાથે અથડાઈ. 


સગીરના પિતાએ આપ્યું આ નિવદેન 

પિતાએ નિવેદન આપ્યું તે મુજબ "હું બાવળા તાલુકાના કાવીઠા ગામની સીમમાં મારી જમીન આવેલી છે અને ત્યાં ખેતીકામ કરું છું. મારી સાથે મારાં પત્ની રહે છે અને તે ઘરકામ કરે છે. મારે સંતાનમાં બે દીકરા તથા બે દીકરી છે. મારા બે દીકરામાંથી એકના લગ્ન થઈ ગયા છે. આ બન્ને દીકરા મારા ભેગા જ રહે છે. 


પોલીસે આવીને મને અકસ્માત અંગે જાણ કરી - સગીરના પિતા

જ્યારે નાનો દીકરો જેની ઉંમર 15 વર્ષ, 10 માસ છે. મેં ઘરના કામકાજ માટે એક મહિન્દ્રા થાર મારા નામ પર ખરીદેલી છે. આ ગાડી હું ચલાવું છુ અને મારી પાસે ફોર-વ્હીલર ચલાવવાનું ડ્રાઇવિંગ લાઇસન્સ છે.એ દિવસે રાતે અમે સૂઈ ગયા હતા ત્યારે મારો દીકરો કાર લઈ ગયો હતો અને અચાનક સાડા ચારેક વાગ્યે પોલીસ અમારા ઘરે આવી હતી અને મને જગાડીને કહ્યું હતું કે તમારા દીકરાએ ઇસ્કોન ઓવરબ્રિજ ઉપર એક અજાણ્યા કન્ટેનર પાછળ અકસ્માત કર્યો છે.

ઘરવાળાને જાણ ન હતી તો અને બાળક ગાડીને નિકળી ગયો!

આ બંને નિવેદનમાં એક વસ્તુ કોમન છે, જાહેર થાય છે કે થાર ચલાવનાર  સગીર માત્ર 15 વર્ષનો હતો અને કેટલું ભયાનક કહેવાય કે તેના પિતાને કે પરિવારને ખબર જ નથી કે 15 વર્ષનો છોકરો કાર લઈને રાત્રે નિકળી ગયો છે. સજા તો આ સગીર અને તેના પિતાને પણ એટલી જ થવી જોઈએ કારણ કે બેદરકારી અને અકસ્માતની પહેલી શરૂઆત તો એ 15 વર્ષના નબીરાને કારણે થઈ!



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે