શિક્ષકો કંટાળ્યા, કહ્યું ગોળ-ગોળ જવાબો નહીં ફેરબદલી આપો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 20:28:53

STORY BY SAMIR PARMAR

શું છે મુદ્દો? શું હોય છે બદલી કેમ્પ? 

ગુજરાતના તમામ જિલ્લાની સરકારી શાળામાં શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. પરંતુ જે શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે તે વિવિધ જિલ્લાના હોય છે. તેમની માગણી હોય છે કે તેમને તેમના વતન વિસ્તારમાં કામગીરી કરવા મળે. જેથી શિક્ષકોની ફેરબદલીના કેમ્પ જાહેર કરવામાં આવતા હોય છે. આંતર જિલ્લા, જિલ્લા સ્તરની અને આંતરિક જિલ્લાની બદલી એમ અનેક પ્રકારના કેમ્પ યોજાતા હોય છે. 


છેલ્લે ક્યારે બદલીઓ કરવામાં આવી હતી?

શિક્ષકોની સાનુકૂળતા માટે સરકારે પ્રતિવર્ષ ફેરબદલી કરવી પડે છે. પરંતુ 2016 બાદ 2019માં બદલી કરવામાં આવી હતી. 2019 બાદ સીધી 2021માં બદલી કરવામાં આવી હતી. આ વર્ષે બદલી માટે કેમ્પની શિક્ષકો માગ કરી રહ્યા છે પરંતુ સરકાર કોર્ટ મેટર કહીને વાત ટાળી રહી હતી. હવે હાઈકોર્ટે શિક્ષકોના પક્ષમાં ચુકાદો આપ્યો છે ત્યારે સરકાર ફેરબદલીના કેમ્પ યોજે તેવી શિક્ષકોની માગણી છે. 


જિતુ વાઘાણીએ શું વચનો આપ્યા હતા 

જમાવટે જ્યારે સરકારી શિક્ષક સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે અમે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીને રૂબરૂ મળીને અમારી વાત રજૂ કરી હતી. અનેકવાર રજૂઆત બાદ શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ અમને જણાવ્યું હતું કે તમે હાઈકોર્ટ સામે સમક્ષ મુદ્દો રાખો. શિક્ષણમંત્રીના જણાવ્યા અનુસાર અમે હાઈકોર્ટમાં ગયા હતા અને સમગ્ર મામલે અરજી કરી હતી. હાઈકોર્ટે સમગ્ર મામલે સુનાવણી કરી હતી અને સરકારને આદેશ આપ્યો હતો. 20 સપ્ટેમ્બરે હાઈકોર્ટે 60 પાનાના ઠરાવમાં શિક્ષકોની બાજુમાં ચુકાદો આપ્યો હતો. 


શા માટે શિક્ષકોને હાઈકોર્ટમાં જવું પડ્યું હતું?

સરકારના 2012ના નિયમો જુદા હતા અને સરકારે બહાર પાડેલા નવા નિયમો જુદા હતા. જેથી શિક્ષકોને અન્યાયની લાગણી ઉભી થઈ. શિક્ષકો હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટે 20 સપ્ટેમ્બરે શિક્ષકોના તરફેણમાં ચુકાદો આપ્યો હતો. અગાઉ સરકાર કોર્ટ મેટર કહીને વાત વાળી લેતી હતી અને મુદ્દો ટાળવાનો પ્રયાસ કરતી હતી પરંતુ હવે જ્યારે હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે ત્યારે હવે સરકાર ફેર બદલી મામલે કોઈ જાહેરાત નથી કરતી તેવું શિક્ષકોનું કહેવું છે.


હાઈકોર્ટે સરકારને શું સૂચના આપી?

20 સપ્ટેમ્બરે હાઈકોર્ટે શિક્ષકોના તરફેણમાં ચુકાદો આપી જણાવ્યું હતું કે 2022ના ઠરાવ મુજબ ફેરબદલી કેમ્પ યોજવામાં આવશે. શિક્ષકોએ હાઈકોર્ટમાં 125 જેટલી અરજી કરી હતી જેમાં 47 અરજી સિનિયોરિટી બાબતે હતી. સમગ્ર મામલે હાઈકોર્ટે 60 પાનાનો આદેશ જાહેર કરી શિક્ષકોના તરફેણમાં વાત કરી હતી. 


ભ્રષ્ટાચારના આક્ષેપો છે 

જમાવટ પર ટેલિફોનિક વાતમાં એક શિક્ષક સૂત્રએ જણાવ્યું હતું કે આમ તો ફેરબદલીમાં લાગવગ ચલાવવામાં આવી હોય છે. એક શિક્ષકને બદલી માટે લાખો રૂપિયા ખવડાવવા પડતા હોય છે ત્યારે તેમની બદલી મન મરજી મુજબ કરી આપવામાં આવતી હોય છે. ટેલિફોનિક ચર્ચામાં શિક્ષકે નામ જ જણાવવાની શરત મુજબ જણાવ્યું હતું કે જિલ્લા સ્તરે આવા ભ્રષ્ટાચાર થાય છે. 


શા માટે થઈ રહી છે માગણી?

"ધરતીનો છેડો ઘર" કહેવામાં આવે છે કે તમે દુનિયાના ગમે તે છેડા પર પહોંચી જાઓ, અંતે તમારો થાક ઘરે આવીને જ ઉતરશે. ગુજરાતના શિક્ષકો પણ પોતાનું વતન, પરિવાર, વડીલ, જિલ્લો છોડીને અન્ય જિલ્લામાં અભ્યાસ માટે જતા હોય છે. ત્યારે શિક્ષકોને પોતાના વતનમાં નોકરી મળે જેથી તેઓ પોતાના પરિવાર સાથે રહીને નોકરી કરી શકે તેવી તેમની લાગણી અને માગણી સ્વાભાવીક હોય છે. 


નવા બદલી નિયમ 2022 મુજબ નીચેના મુદ્દાઓમાં સુધારો કરવાનો કોર્ટની જજમેન્ટમાં વાત છે.

1. પ્રકરણ ડીના મુદ્દા નંબર 12 

2. પ્રકરણ એચના મુદ્દા નંબર 3

3. પ્રકરણ જેના મુદ્દા નંબર 5

4. પ્રકરણ એલના મુદ્દા નંબર 3 અને 4 









 




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.