સાર્વજનિક માધ્યમિક શાળાના શિક્ષકોએ આવી રીતે મનાવી દિવાળી, આ વિદ્યાર્થીઓને આપી ભેટ..


  • Published By :
  • Published Date : 2024-10-29 16:04:49

દિવાળીનો તહેવાર આવે અને લોકોના જીવનમાં ખુશીઓ આવે તેવી પ્રાર્થના કરતા હોઈ છીએ... નાના છોકરાઓને ઉત્સાહ હોય છે નવા કપડા, ફટાકડાની ખરીદી કરવાનો પરંતુ અનેક બાળકો એવા હોય છે જે આર્થિક પરિસ્થિતિને કારણે નવા કપડા અને ફટાકડા નથી ખરીદી શકતા.. અનેક સંસ્થાઓ, લોકો એવા હોય છે જે બાળકોને નવા કપડાઓ અપાવતા હોય છે. ત્યારે સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય અને સુપરવાઈઝર તેમજ શિક્ષકોએ શાળાના ખૂબ જ જરૂરિયાતમંદ તેમજ માતા પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને ભેટ સોગાદો આપ્યા હતા.. 

 

શિક્ષકો પર મોટી જવાબદારી હોય છે જ્યારે.... 

બાળક ઘર પછી સૌથી વધારે સમય જો ક્યાંય પસાર કરતો હોય તો તે જગ્યા શાળા હોય છે.. માતા પિતા પછી બાળકના ભવિષ્યની કોઈને ચિંતા હોય તો તે હોય છે શિક્ષકો... શિક્ષક માટે આપણે ત્યાં ઘણું બધું લખાયું છે.. કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા.. પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હેં.. શિક્ષકો પર જવાબદારી વધી જતી હોય છે કારણ કે માતા પિતા એ ભરોસા સાથે બાળકને શાળાએ મોકલે છે કે બાળક સારા વાતાવરણમાં છે, સારા લોકો સાથે છે. 



જરૂરીયાતમંદ બાળકોને આપી દિવાળીની ભેટ

શાળામાં આવતા દરેક બાળકો પર માતા પિતાનો સાયો હોય તે જરૂરી નથી હોતું... શાળામાં એવા બાળકો પણ આવતા હોય છે જેમના માતા પિતા અથવા તો માતા કે પિતાની છત્રછાયા ના હોય.. ત્યારે સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય ડો ટીનાબેન જોશી તેમજ સુપરવાઇઝર શિલ્પાબેન ત્રિવેદી અને વરિષ્ઠ શિક્ષક દર્શનભાઈ પટેલ દ્વારા શાળાના ખૂબ જ જરૂરિયાત મંદ તેમજ માતા પિતા અથવા તો માતા કે પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓની આજે દિવાળી પર્વ નિમિત્તે મુલાકાત લીધી હતી અને તેમને ભેટ સોગાદો આપી હતી.. ભેટ સોગાદો મળતા વિદ્યાર્થીઓ આનંદિત તેમજ ભાવ વિભોર થઈ ગયા હતા.. આપણે પણ કોઈ માટે આ તહેવાર યાદગાર બનાવીએ....



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.