વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં સંખેડાના બે શિક્ષક સસ્પેન્ડ, સુરત પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-07-12 19:15:24

વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ કેસમાં સંખેડાના શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યુત સહાયક ભરતી કૌભાડની સુરત પોલીસને ફરિયાદ મળી હતી. આ જ ફરિયાદની અંદર શિક્ષકોના નામ ખુલ્યા હતા. સંખેડાના શિક્ષક મીતેશ પટેલ અને ગોવિંદપુરા પ્રાથમિક શાળાના શિક્ષક પીયૂષ પટેલનું નામ આ કૌભાંડમાં સામે આવ્યું હતું. હાલ બંનેને સુરત જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં છોટાઉદેપુરના સંખેડાના બે શિક્ષકોને છૂટા કરવામાં આવતા હાહાકાર મચી ગયો છે. આ ભરતી કૌંભાંડમાં હજું પણ વધુ ધરપકડો થાય તેની શક્યતા છે.


સમગ્ર મામલો શું હતો?


વર્ષ 2021માં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, એમજીવીસીએલ અને જીએસઈસીએલમાં 2,156 વિદ્યુત સહાયોકની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. ગજબની વાત તો એ છે કે ગુજરાતમાં આ પરીક્ષાના 20 પરીક્ષા કેન્દ્રો હતા તેમાંથી 8 કેન્દ્ર પર સંચાલકો અને દલાલોએ મળીને કોમ્પ્યુટરમાં છેડછાડ કરીને છોકરાઓને પાસ કરવાની મહેનત કરી હતી. વિદ્યુત સહાયકોને લાલચ આપવામાં આવી કે 15 લાખ રૂપિયા આપો અને સરકારી નોકરી મેળવો. અંતે આ મામલે સંડોવાયેલા લોકો સસ્પેન્ડ થાય છે.


સુરતમાં એક વ્યક્તિ પકડાતા કૌભાંડ સામે આવ્યું


હમણા થોડા સમય પહેલા સુરતથી પણ એક વ્યક્તિને પકડવામાં આવ્યો હતો જેણે સરકારી વિદ્યુત સહાયક ભરતીનો આખો કૌભાંડ પોલીસ સામે રાખી દીધો હતો કે કેવી રીતે કોમ્પ્યુટરમાં છેડછાડ કરીને ડિજિટલ ચોરી કરવામાં આવતી હતી, ઉમેદવારોને પાસ થવા માટે કેટલા રૂપિયા આપવા પડતા હતા તેનો ભાંડો ફોડ્યો હતો.રાજ્યમાં 300 જેટલા વિદ્યુત સહાયકોના ઉમેદવારો પાસેથી કરોડો રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા. એજન્ટોએ વડોદરા, અમદાવાદ અને સુરત જેવા કેન્દ્ર પર 300થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા અપાવડાવી હતી અને કરોડો રૂપિયા કમાયા હતા. આ એ જ પરીક્ષા હતી જેમાં ભાષ્કર ચૌધરી, નિશીકાંત સિન્હા, કેતન બારોટના નામ ખુલ્યા હતા. વિગતવાર વાત કરીએ તો ડીજીવીસીએલમાં એટલે કે વડોદરા, સાબરકાંઠા, અરવલ્લીથી સાત જેટલા લોકો ઝડપાયા હતા, વધારે તપાસ કરવામાં આવી હતી તો 300થી વધુ લોકોના નામ આમાં ખુલ્યા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ઉજાગર કરેલા વિદ્યુત સહાયક ભરતી ભ્રષ્ટાચારના કેસમાં હજુ આગળ શું કાર્યવાહી થશે તે જોવાનું રહેશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.