રાજ્યની તમામ શાળામાં ગુજરાતી ભણાવવું કરાયું ફરજિયાત, વિધાનસભામાં બીલ સર્વાનુમતે થયું પાસ


  • Published By :
  • Published Date : 2023-02-28 16:53:29

રાજ્યની તમામ શાળામાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા ભણાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. સર્વાનુમતે વિધાનસભા ગૃહમાં આ બિલ પસાર થયું છે. જો કોઈ શાળા ગુજરાતી ભાષા નહીં ભણાવતી હોય તો તે શાળા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું બીલ પાસ કરવામાં આવ્યું છે. આ નવો નિયમ શૈક્ષણિક વર્ષ 2023-24થી લાગુ કરવામાં આવશે. 


તમામ શાળાઓમાં ગુજરાતી ભણાવવું ફરજિયાત 

હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન અનેક વિધેયક રજૂ થવાના છે. ત્યારે વિધાનસભામાં શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા અંગે વિધેયક રજૂ થયું હતું જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર આ બિલ હેઠળ કાયદો બનાવશે અને આ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં ગુજરાતી માધ્યમ, ઈંગ્લિશ માધ્યમની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાની રહેશે. 


બીલમાં શું કરાઈ છે જોગવાઈ 

આ બીલમાં અનેક જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં તમામ શાળાઓએ ધારણ 1થી ધોરણ 8 સુધી ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે. તે સિવાય જો નિયમનો ભંગ થશે તે પ્રથમ વખત 50 હજારનો દંડ ભરવો પડશે, બીજી વખત 1 લાખ સુધીનો દંડ ભરવો પડશે અને જો ત્રીજી વખત પણ નિયમનો ભંગ થશે તો 2 લાખ સુધીનો દંડ ભરવાની જોગવાઈ કરવામાં આવી છે. જો ત્રણથી વધારે વખત નિયમનો ભંગ થશે તો શેક્ષણિક સંસ્થાની માન્યતા રદ્દ કરી શકાય છે. ઉપરાંત આ કાયદો દરેક બોર્ડ અને સ્કુલને લાગુ થશે. વિધેયકના નિમયો પ્રમાણે દંડ ઉપરાંત સજાની જોગવાઈ છે. કાયદાનું અમલીકરણ વ્યવસ્થિત રીતે થાય તે માટે સરકાર નાયબ નિયામકની નિમણૂક કરશે. ગુજરાત બોર્ડ ઉપરાંત સીબીએસસી સહિત તમામ બોર્ડમાં આ કાયદો લાગુ કરાશે. 


તુષાર ચૌધરીએ આપી પ્રતિક્રિયા 

કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ જણાવ્યું હતુંકે હું ધોરણ 12 સુધી ગુજરાતી ભણ્યો છું. ત્યારબાદ ઈંગ્લિશ ભાષા મારે શીખવી પડી છે. આજના યુગમાં વાલીઓ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમ તરફ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. પરંતુ બાળકો આજે ગુજરાતી ભાષા વાંચી શકતા નથી. ગુજરાતી ભાષાના વિકાસ વગર ગુજરાતનો વિકાસ શક્ય નથી 


મારા જિલ્લાની તમામ શાળાઓ રેડ ઝોનમાં છે - અર્જુન મોઢવાડિયા

તે ઉપરાંત અર્જુન મોઢવાડિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે સરકાર ગૃહમાં જે બીલ લાવી છે તેનું હું સમર્થન કરું છે. દરેક ધારાસભ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લેવી જોઈએ. આની મુલાકાત લીધી તે બાદ મને ખ્યાલ આવ્યો કે મારા જિલ્લાની તમામ શાળાઓ રેડ ઝોનમાં છે. મારા ગામની શાળાઓ પણ રેડ ઝોનમાં છે. શાળાઓને રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં લાવવા માટે સરકારને સહકાર આપીશ. 


ધારાસભ્યોએ આપી પ્રતિક્રિયા 

તે ઉપરાંત ધવલસિંહ ઝાલાએ પણ આ બીલને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જે ભાષામાં લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દો પડતા નથી તે ભાષા એટલે ગુજરાતી. આપણે સૌ જાણીએ છીએ કે માતૃભાષા ફરજિયાત ન હોત તો ગુજરાતી ભાષાની શું દશા હોત. ત્રિકમ છાંગાએ જણાવ્યું હતું કે ગુજરાત ઉચ્ચ સંસદિય પરંપરાને સ્થાપિત કરનાર રાજ્ય છે. સર્વોદયના સિદ્ધાંત કહે છે કે સૌના ભલામાં આપણું ભલુ છે. વિશ્વમાં 4 હજાર જેટલી ભાષાઓ છે. દર બે અઠવાડિયે એક ભાષા લુપ્ત થતી જાય છે. આ બીલ ગુજરાતી ભાષાની સેવા માટે લાવવામાં આવ્યું છે. ગુજરાત બહાર 18 લાખ ગુજરાતી ભાષા બોલે છે. તે ઉપરાંત ધારાસભ્ય સી.જે.ચાવડાએ જણાવ્યું હતું કે એક સમયે ગુજરાતી ભાષા બચાવવા ચળવળ ચલાવનાર દીકરા ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતા હતા. સ્વદેશી ચળવળ ચલાવનારા ઘરમાં ચાઈનિઝ ફર્નિચર હોય છે. સરકાર બીલ લાવી છે તેનું સમર્થન છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.