વંદે ભારત ટ્રેનમાં સર્જાઈ ટેક્નિકલ ખામી, અનેક મુસાફરો અટવાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 18:26:51

વંદે ભારત ટ્રેન જ્યારથી શરૂ થઈ છે ત્યારથી કોઈને કોઈ કારણોસર ચર્ચમાં રહી છે. સળંગ બે દિવસ વંદે ભારત ટ્રેનનો અકસ્માત રખડતા ઢોર સાથે થયો છે. એક વખત ભેંસો વચ્ચે આવી હતી અને બીજા દિવસે ગાયો ટ્રેક પર આવતા ટ્રેનનો અકસ્માત સર્જાયો છે. ત્યારે આજે ટેકનિકલ ખામીને કારણે આ ટ્રેનની ફરી એક વખત ચર્ચાઈ રહી છે. ખુર્જા રેલવે જંકશન પર ટ્રેનની બ્રેક જામ થતા તમામ પેસેન્જરને શતાબ્દી એક્સપ્રેસમાં શિફ્ટ કરી દેવાયા હતા. ટ્રેનના કોચમાં પૈડા જામ થતા ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.

ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાતા અટવાયા મુસાફરો

દિલ્હીથી વારાણસી જતી આ ટ્રેનમાં અચાનક ખામી સર્જાતા મુસાફરો અટવાઈ ગયા હતા. ટ્રેક્શન મોટર સીઝ થતા ટ્રેનની બ્રેક જામ થતા મુસાફરો અટવાયા હતા. ટ્રેનમાં સર્જાયેલ ખામીને ઠીક કરવાના અનેક પ્રયાસો કરાયા હતા. બુલંદશહરમાં ઉભી રહેતા રેલવે અધિકારીઓએ આ ખામીને ઠીક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ ટ્રેન શરૂ ન થતા મુસાફરોને બીજી ટ્રેનમાં સિફ્ટ કરાયા હતા.

 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .