ટેકનોક્રેટ સામ પિત્રોડાએ પણ EVM પર ઉઠાવ્યા સવાલ, 'આ મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો BJP...'


  • Published By :
  • Published Date : 2023-12-28 18:59:34

કોંગ્રેસના અગ્રણી નેતા સામ પિત્રોડાએ કહ્યું કે જો EVMનો મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ 400થી વધુ બેઠકો જીતી શકે છે. ગુરુવારે સામ પિત્રોડાએ કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણી ભારતનું ભાવિ નક્કી કરશે. તેમણે કહ્યું કે મતદારો માટે દરેક મત પર VVPAT ઉપલબ્ધ હોવું જોઈએ. એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં સામ પિત્રોડાએ કહ્યું કે પહેલા મેં ચૂંટણી પંચ આના પર કંઈક કાર્યવાહી કરે તેની રાહ જોઈ પરંતુ જ્યારે કંઈ ન થયું ત્યાર બાદ મેં તેની વિરુદ્ધ બોલવાનું નક્કી કર્યું. ચૂંટણી પંચે હંમેશા EVM અંગેની આશંકાઓને ફગાવી દીધી છે. કોંગ્રેસ સહિત કેટલાક વિપક્ષી નેતાઓએ વારંવાર EVMમાં ​​કથિત છેડછાડનો મુદ્દો ઉઠાવ્યો છે.


VVPAT સ્લિપ મતદારોને આપો


હાલમાં જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ફરી એકવાર વિપક્ષી પાર્ટીઓ દ્વારા EVM પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ 100 ટકા વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ની માંગ કરી રહ્યા છે અને મતદારોને સ્લિપ આપવાનું કહી રહ્યા છે. પિત્રોડાએ એમ પણ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર અંગેની તેમની તાજેતરની ટિપ્પણીઓ વિકૃત છે. તેમણે કહ્યું કે ધર્મ એ અંગત બાબત છે અને તેને રાજનીતિ સાથે ન જોડવી જોઈએ. રિપોર્ટમાં તેમને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે તે તેમને પરેશાન કરે છે કે આખો દેશ રામ મંદિર પર અટવાયેલો છે.


દેશ સરમુખત્યારશાહી તરફ જઈ રહ્યો છે


ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) પર ચિંતા વ્યક્ત કરતા પિત્રોડાએ એક એનજીઓના અહેવાલને ટાંક્યો હતો. તેમણે કહ્યું કે મને લાગે છે કે આ રિપોર્ટના આધારે વિશ્વાસનો અભાવ છે અને ચૂંટણી પંચે વિશ્વાસ પુનઃનિર્માણ માટે જવાબ આપવો જોઈએ. કોંગ્રેસના નેતાએ કહ્યું કે તેઓ માને છે કે લોકશાહી પાટા પરથી ઉતરી ગઈ છે અને દેશ સરમુખત્યારશાહી તરફ જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ બધું વન-મેન શો જેવું બની ગયું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે