તિસ્તા સેતલવાડ સહિતના 3 આરોપીઓ સામે ચાર્જફ્રેમ પ્રક્રિયા હાથ ધરાઈ, પૂર્વ DGP શ્રીકુમારે કોર્ટમાં કરી ડિસ્ચાર્જ અરજી


  • Published By :
  • Published Date : 2023-05-08 17:16:43

વર્ષ 2002નાં ગુજરાત રમખાણો બાદ તત્કાલીન CM અને વર્તમાન PM નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાના મામલે તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SITની તપાસ ચાલી રહી છે. આ કેસના મુખ્ય આરોપી તિસ્તા સેતલવાડ અને અન્ય આરોપીઓ સામે ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો કે આ મામલે પૂર્વ DGP આર.બી. શ્રીકુમારે આજે ડિસ્ચાર્જ અરજી કરી છે. શ્રીકુમારે આજે ડિસ્ચાર્જ અરજી કરી છે. આ મામલે તિસ્તા સેતલવાડ આજે સેશન્સ કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે આ મામલે અગાઉ અનેક વખત મુદત પડી છે.


શ્રીકુમારે કરી ડિસ્ચાર્જ અરજી


આ કેસમાં પૂર્વ DGP શ્રીકુમારના વકીલ મનીષ ઓઝાએ જણાવ્યું હતું કે આજે ડિસ્ચાર્જ અરજી કરી છે. આ કેસમાં અગાઉ અનેક વખત મુદત પડી ચૂકી છે. વકીલે જણાવ્યું હતું કે, આજે આરોપી નંબર બે જે શ્રીકુમાર છે, તેઓ દ્વારા આજે ડિસ્ચાર્જ અરજી આપવામાં આવી છે. સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમ પ્રક્રિયામાં સતત ગેરહાજર રહેનાર આર.બી શ્રીકુમારે આજે ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરીને પોતાને દોષમુક્ત કરવા માગ કરી હતી. તેમના દ્વારા રજૂઆત કરાઈ હતી કે તેમની સામે કોઈ કેસ બનતો નથી. પૂર્વગ્રહ રાખીને તેમની સામે ફરિયાદ થઈ છે. આ મામલે વધુ હિયરિંગ 22 મેના રોજ રાખવામાં આવ્યું છે.


તિસ્તાની અરજી પર 22 મેના રોજ સુનાવણી


અત્રે ઉલ્લેખનિય છે કે આ મામલે આરોપી નંબર એક તિસ્તા સેતલવાડ છે તેમના તરફથી CRPC સેક્શન 207 અને 208 હેઠળ જે કોઈ ડોક્યુમેન્ટ ઉપર પ્રોસિક્યુશન રિલાઇ કરતા હોય અને કોઈ ડોક્યુમેન્ટ ઉપર રિલાઇ ન કરતા હોય એવા પણ ડોક્યુમેન્ટ પ્રોવાઇડ કરવા જોઈએ, એવી અરજી તિસ્તા સેતલવાડ તરફથી આપવામાં આવી છે.તિસ્તા સેતલવાડ તરફથી CRPCની કલમ 307 અને 308 અંતર્ગત પુરાવારૂપે અન્ય ડોક્યુમેન્ટ સ્વીકારાય તેવી કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આરોપીને પોતાનો પક્ષ રજૂ કરવાનો હક હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. તિસ્તા સેતલવાડની અરજી પર આગામી 22 મેએ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.




જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.