તેજસ્વી યાદવ સામે વધુ તપાસનો અમદાવાદની મેટ્રો કોર્ટે કર્યો આદેશ, 20 મેના રોજ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-05-08 18:02:20

બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામે આજે માનહાનિના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં આજે સુનાવણી બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ટૂંકી સુનાવણી બાદ કોર્ટે 202 હેઠળ તપાસનો આદેશ આપ્યો હતો. ઇન્કવાયરી બાદ જ કોર્ટ નક્કી કરશે કે તેજસ્વી યાદવને સમન્સ મોકલવું કે નહીં,  આ કેસની વધુ સુનાવણી 20 મેના રોજ હાથ ધરાશે, આ દિવસે ફરિયાદીને તમામ દસ્તાવેજ, પૂરાવા અને સાક્ષીઓને ઉપસ્થિત રહેવા કહેવામાં આવ્યું છે.


બિઝનેસમેન હરેશ મહેતાએ કર્યો છે કેસ
 

અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતના બિઝનેસમેન હરેશ મહેતાએ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદના નાના પુત્ર તેજસ્વી યાદવ વિરુદ્ધ એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડીજે પરમારની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. 21 માર્ચે આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ કોર્ટે સુનાવણી માટે 8મી મેના રોજ કહ્યું હતું. બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે જો માનહાનિનો મામલો બને છે તો તેમની સામે પણ સમન્સ જારી કરવામાં આવી શકે છે. આ કેસની છેલ્લી સુનાવણી 1 મેના રોજ થઈ હતી. 


ફરિયાદીએ કોર્ટમાં આપ્યા હતા પુરાવાઓ 


1 મેએ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં આ મામલે ફરિયાદી હરેશ મહેતાનું નિવેદન લેવામાં આવ્યું હતું. ફરિયાદીએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેજસ્વી યાદવના નિવેદનથી એક ગુજરાતી તરીકે તેમને દુઃખ થયું છે. આ ગુજરાતીઓની બદનક્ષી છે. ફરિયાદીએ કોર્ટમાં તેજસ્વી યાદવના વીડિયોની સીડી અને પેન ડ્રાઈવના પુરાવા, જરૂરી સર્ટિફિકેટ સાથે જમા કરાવ્યા હતા. 


તેજસ્વી યાદવ સામે આરોપ શું છે?


ફરિયાદી હરેશ મહેતાએ બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પર આરોપ લગાવ્યો હતો કે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે બિહાર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પટનામાં પત્રકારો સાથે વાત કરતી વખતે તેમણે ગુજરાતીઓને ઠગ કહ્યા હતા.તેજસ્વીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે "વર્તમાનમાં જે સ્થિતિ છે તે તેને જોઈએ તો માત્ર ગુજરાતીઓ જ ઠગ હોય છે, અને તેમને માફ પણ કરી દેવામાં આવે છે" આ વાત તેમણે ત્યારે કહીં હતી કે જ્યારે બેંકોના પૈસા લઈને વિદેશ ફરાર થઈ ગયેલા હીરાના વેપારી મેહુલ ચોક્સીનું નામ ઈન્ટરપોલની રેડ નોટિસમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.