Telangana: ભારતીય વાયુસેનાનાનું વધુ એક ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ, બે પાયલોટના મોત


  • Published By :
  • Published Date : 2023-12-04 15:11:22

ભારતીય વાયુસેનાનાનું વધુ એક ટ્રેનર એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. તેલંગાણાના મેદક જિલ્લામાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં એક ટ્રેનર પાયલોટ અને એક ટ્રેની પાયલોટના મોત નિપજ્યા છે. બે પાયલટના મોતના સમાચારે ખળભળાટ મચી ગયો છે.  તેલંગાણાના ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીમાં ટ્રેનિંગ દરમિયાન 8:55 કલાકે તેમના ટ્રેનર એરક્રાફ્ટ  ક્રેશ થતાં ભારતીય વાયુસેનાના બે પાઇલોટ્સ માર્યા ગયા હતા.  


કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?


ઈન્ડિયન એરફોર્સના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેલંગાણાના ડીંડીગુલ સ્થિત એરફોર્સ એકેડેમીમાં સવારના સમયે ટ્રેનર વિમાને ઉડાન ભરી હતી. ત્યાર બાદ સવારે 8:55 વાગ્યે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. દુર્ઘટનાનો શિકાર થયેલું વિમાન Pilatus PC 7 Mk II એરક્રાફ્ટ હતું. એરફોર્સે જણાવ્યું કે ટ્રેનર વિમાને રૂટીન ઉડાન ભરી હતી, દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પાયલોટનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ મામલે ભારતીય હવાઈ દળે તપાસના આદેશ આપ્યા છે.


અગાઉ પણ સર્જાઈ હતી દુર્ઘટના


ઉલ્લેખનિય છે કે અગાઉ પણ ભારતીય એરફોર્સના બે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા હતા. મધ્યપ્રદેશના મુરૈનામાં થયેલી આ દુર્ઘટનામાં ભારતીય એરફોર્સના બે ફાઈટર પ્લેન ક્રેશ થયા હતા. જેમાં એક પાયલોટનું મોત થયું હતું, આ વિમાન પણ રૂટીન ઓપરેશનલ ફ્લાઈંગ ટ્રેનિંગ મિશન પર હતું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે