સ્વતંત્રતા દિને તેલંગાણા સરકારની ખેડૂતોને મોટી ભેટ, 9 લાખ ખેડૂતોની કૃષિ લોન કરી માફ


  • Published By :
  • Published Date : 2023-08-15 19:23:18

તેલંગાણા સરકારે 15 ઓગસ્ટ નિમિત્તે મહત્વની જાહેરાત કરતા 9 લાખ ખેડૂતોની કૃષિ લોન માફ કરી દીધી છે. સ્વતંત્રતા દિવસ સમારોહની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી કે. ચન્દ્રશેખર રાવે ચૂંટણી દરમિયાન આપેલું વચન નિભાવતા દેવા માફી માટે ફંડની ફાળવણીનો હુકમ કર્યો હતો. સીએમ ચન્દ્રશેખર રાવે કહ્યું કે એક લાખથી ઓછી લોન ધરાવતા ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવામાં આવશે અને 99,999 રૂપિયા સુધીની કૃષિ લોનનની ચૂકવણી બેંકોને કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


બે વખત લોન માફી


રાજ્ય સરકારની આ જાહેરાતથી રાજ્યના 9,02,843 ખેડૂતોને ફાયદો થશે. રાજ્યના નાણા વિભાગે  9,02,843 ખેડૂતો માટે 5,809.78 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જમા કરાયેલી રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવશે. સીએમ કેસીઆરે 11 ડિસેમ્બર 2018ના રોજ  એક લાખથી ઓછી રકમની કૃષિ લોન માફ કરવાનું જનતાને વચન આપ્યું હતું. આ પહેલા રાજ્ય સરકારે 2 ઓગસ્ટન રોજ સીએમ ચન્દ્રશેખર રાવે 50 હજાર સુધીની કૃષિ લોન લેનારા 7,19,488 ખેડૂતોની લોન માફ કરવા માટે બેંકોને 1,943.64 કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી. ઉલ્લેખનિય છે કે આટલા મોટા પ્રમાણમાં બે વખત કૃષિ લોન માફ કરનારૂ તેલંગાણા દેશમાં એકમાત્ર રાજ્ય છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે