Electionના દિવસે વધ્યો તાપમાનનો પારો? જાણો હિટવેવને લઈ શું હવામાન વિભાગે કરી છે આગાહી, ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-07 10:28:25

ગુજરાતમાં એક તરફ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે તો બીજી તરફ રાજ્યના હવામાનમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. અનેક જગ્યાઓ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. આકરી ગરમીની સંભાવનાઓ વચ્ચે મતદાતાઓ સવારથી મતદાન કરવા પહોંચી રહ્યા છે.. રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે અને અનેક ભાગોમાં તાપમાનનો પારો હજી પણ વધી શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. આજે તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે...


અનેક ભાગો માટે કરવામાં આવી હિટવેવની આગાહી

ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. એપ્રિલ મહિનો જ એટલો આકરો રહ્યો હતો કે લોકોને મનમાં પ્રશ્ન થતો હતો કે જૂન મહિનામાં આ ગરમી શું હાલત કરશે... તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે...હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આગામી ત્રણ દિવસ કચ્છ, સૌરાષ્ટ્રના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. તે ઉપરાંત સુરત, ભાવનગર, પોરદંબર, દિવ તેમજ કચ્છના અનેક ભાગો માટે હિટ વેવની આગાહી કરવામાં આવી છે... 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા અનુસાર સોમવારે અમદાવાદમાં 41.2 ડિગ્રી, ડીસામાં 39.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 4.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. સુરતનું તાપમાન 37.0, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39.7 જ્યારે વલસાડનું તાપમાન 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દમણનું તાપમાન 34.0 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 38.6  ડિગ્રી નોંધાયું હતું. નલિયાનું તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું હતું. લોકોને ગરમીનો પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે.. ગરમીથી બિમાર ના પડાય તેનું ધ્યાન રાખવું જોઈએ. વધારે પાણી પીવું જોઈએ.. કામ વગર ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ..     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે