25 તારીખ સુધી ગુજરાતમાં પડશે ભયંકર ગરમી? આ જિલ્લાઓ માટે કરાઈ ઓરેન્જ એલર્ટની આગાહી, જાણો તમારો વિસ્તાર તો નથીને?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-20 16:13:31

ગુજરાત જાણે અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. ગરમીનું તાપમાન પ્રતિદિન વધી રહ્યું છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. ગરમી ક્યારે ઓછી થાય તેની રાહ જોઈ રહ્યા છે. 17 તારીખ બાદ ગરમીનો માર વધારે સહન કરવો પડશે તેવી આગાહી કરાઈ હતી અને તેવો જ અનુભવ હમણાં થઈ રહ્યો છે.. અનેક શહેરો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અનેક શહેરો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

5 days red alert forecast in Ahmedabad the system made this special appeal to the people Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ

હવામાન વિભાગે વિવિધ શહેરો માટે એલર્ટ જાહેર કર્યું

રાજ્યના અનેક ભાગોનું તાપમાન 44 ડિગ્રી આસપાસ નોંધાયું છે.. બપોરના સમયે તો ગરમી મહેસૂસ થાય છે પરંતુ રાત્રીના સમયે પણ ગરમી પીછો નથી છોડતી.. વરસાદ આ વખતે જલ્દી આવશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. ચોમાસાની આતુરતા પૂર્વક લોકો રાહ જોઈ રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે ગરમીનો પારો સતત વધી રહ્યો છે.. વિવિધ શહેરો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે હવામાન વિભાગ દ્વારા.. 


આ શહેરો માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ! 

હવામાન વિભાગે આગાહી કરી છે આગામી દિવસોમાં તાપમાનનો પારો હજી વધી શકે છે.. 45 ડિગ્રીને પાર તો અનેક શહેરોનું તાપમાન પહોંચી ગયું છે. આગામી પાંચ દિવસની આગાહી કરતા હવામાન વિભાગે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ,ખેડા, સુરેન્દ્રનગર, ભાવનગર, સુરત, વલસાડ, જૂનાગઢ, પોરબંદર માટે ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે જ્યારે પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી માટે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે.. મહત્વનું છે કે આવા એલર્ટ આપી લોકોને હવામાન વિભાગ તાપમાનને લઈ ચેતવણી આપે છે..



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.