Jammu-kashmir: અનંતનાગમાં અથડામણ, કર્નલ, મેજર અને DSP શહીદ, આતંકી સંગઠન TRFએ લીધી જવાબદારી, એન્કાઉન્ટર ચાલુ


  • Published By :
  • Published Date : 2023-09-13 21:46:09

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં ત્રણ જવાનોએ આતંકવાદીઓ સામે લડતા દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. શહીદ થયેલા જવાનોમાં બે આર્મી ઓફિસર છે અને એક જવાન જમ્મુ-કાશ્મીર પોલીસનો છે. આતંકવાદી સંગઠન TRF એ અનંતનાગ એન્કાઉન્ટરની જવાબદારી લીધી છે. જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આર્મીના કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીએ વધુમાં જણાવ્યું કે કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ, જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ્ટ ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા,બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે ભટ્ટનું મૃત્યુ અતિશય રક્તસ્રાવને કારણે થયું હતું. 


સર્ચ ઓપરેશન આખી રાત ચાલ્યું


ભારતીય સેનાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગાડોલ વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન મંગળવાર (12 સપ્ટેમ્બર)ની સાંજે શરૂ થયું હતું, પરંતુ તેને રાત્રે બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે બુધવારે સવારે આતંકવાદીઓની શોધ ફરી શરૂ કરવામાં આવી હતી જ્યારે માહિતી મળી હતી કે તેઓ એક સ્થાને પર જોવા મળ્યા હતા. કર્નલ સિંહે  પોતાની ટીમનું નેતૃત્વ કર્યું અને આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો. જોકે, આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવા માટે વિશેષ દળો તૈનાત કરવામાં આવ્યા છે. આશંકા છે કે આ વિસ્તારમાં 3 થી 4 આતંકીઓ છુપાયા છે. અહીં સર્ચ ઓપરેશન આખી રાત ચાલુ રહેશે.


આ વર્ષમાં 26 આતંકીનો સફાયો


જમ્મુ કાશ્મિરના આતંકવાદથી પ્રભાવિત સરહદી જિલ્લાઓ રાજૌરી અને પૂંચમાં આ વર્ષે થયેલા એન્કાઉન્ટરમાં લગભગ 26 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 10 સુરક્ષા જવાનો શહીદ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે સરહદ પારથી આ તરફ ઘૂસવાનો પ્રયાસ કરતી વખતે મોટાભાગના આતંકવાદીઓ માર્યા ગયા હતા. રિયાસી જિલ્લાના ચાસના વિસ્તાર નજીક ગલી સોહેબ ગામમાં 4 સપ્ટેમ્બરે એક આતંકવાદી માર્યો ગયો હતો. જેમાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે